નવી દિલ્હી: થોડા મહિના પહેલાં જ ટેલિકોમ કંપનીઓએ પોતાના પ્લાન્સની કિંમતોમાં વધારો કર્યો છે. એવામાં યૂઝર્સ ખૂબ પરેશાન થઇ ગયા છે. યૂઝર્સને દર મહિને ઓછામાં ઓછા 250 રૂપિયાનું રિચાર્જ કરવું પડી રહ્યું છે. જેમાં બેનિફિટ્સ પણ ખૂબ ઓછા મળી રહ્યા છે. જર વિચારો કે દર મહિને આ કિંમતમાં જો તમને એક વર્ષનું રિચાર્જ મળી જાય તો તે પણ દરરોજ 2.5GB ડેટા અને Disney+ Hotstar સબ્સક્રિપ્શન સાથે. અમે જે પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ, તે જીયો રજૂ કરે છે તેનો દર મહિનાનો ખર્ચ 249 રૂપિયા આવે છે. આવો જાણીએ આ પ્લાન વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio નો 2,999 રૂપિયાવાળો પ્લાન
જીયોનો આ પ્લાન 2,999 રૂપિયાનો છે. આ પ્લાનમાં તમને દરરોજ 2.5GB હાઇ સ્પીડ ઇન્ટરનેટ, કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ અને 100 એસએમએસ દરરોના બેનિફિટ્સ મળી રહ્યા છે.  OTT એક્સેસની વાત કરીએ તો આ પ્લાન તમામ પણ Jio Apps ના એક્સેસ સાથે એક વર્ષ માટે Disney+Hotstar ના મોબાઇલ સબ્સક્રિપ્શન સાથે આવે છે. આ પ્લાનની વેલિડિટી એક વર્ષની છે.  

Apple મચાવશે ધમાલ! iPhone 14 Pro Max ની કિંમતનો થયો ખુલાસો, જાણીને ઝૂમી ઉઠશો


દરરોજનો ખર્ચ 8.33 રૂપિયા
પ્લાનની કિંમત 2,999 રૂપિયા છે. જો દર મહિનાની કિંમત નિકાળવામાં આવે તો આ લગભગ 249 રૂપિયાને 30 દિવસ સાથે ભાગાકાર કરીએ તો આ કિંમત 8.33 રૂપિયા થઇ જાય છે. એટલે કે 8.33 રૂપિયામાં દરરોજ 2.5 જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવે છે. એટલે કે જિયોનો વર્ષવાળો પ્લાન પસંદ કરીને ખૂબ પૈસા બચાવી શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube