Apple મચાવશે ધમાલ! iPhone 14 Pro Max ની કિંમતનો થયો ખુલાસો, જાણીને ઝૂમી ઉઠશો

બ્લૂમબર્ગના માર્ક ગુરમન અનુસાર iPhone 14 સીરીઝના 'ફૂલ રિડિઝાઇન' સાથે આવવાની આશા છે. એપ્પલ વિશ્લેષક મિંગ-ચી કૂએ દાવો કર્યો હતો કે iPhone 14 સીરીઝ ફોનના નોચને દૂર કરી શકે છે, જેને કંપનીએ પહેલીવાર 2107 માં આઇફોન એક્સમાં રજૂક કર્યો હતો.

Apple મચાવશે ધમાલ! iPhone 14 Pro Max ની કિંમતનો થયો ખુલાસો, જાણીને ઝૂમી ઉઠશો

નવી દિલ્હી: Apple આ વર્ષે  iPhone 14 સીરીઝનો ફોન લોન્ચ કરશે.  iPhone 14 સીરીઝમાં ચાર મોડલ્સ (iPhone 14, iPhone 14 Max, iPhone 14 Pro, iPhone 14 Pro Max) લોન્ચ કરશે. આગામી iPhone ને લઇને ઘણા ખુલાસા થઇ ચૂક્યા છે. નવા લીકમાં iPhone 14 Pro Max ની કિંમતનો ખુલાસો થયો છે. ટ્વિટર પર લીકસ્ટર LeaksApplePro એ જણાવ્યું કે  iPhone 14 Pro Max ને 1199 ડોલર (લગભગ 92 હજાર રૂપિયા) માં વેચવામાં આવશે. પરંતુ ભારતમાં તેની કિંમત વધુ હોય શકે છે.  iPhone 14 Pro Max સીરીઝને ગત થોડા મહિનામાં ઘણા ખુલાસા થયા છે. આવો જાણીએ તેના વિશે...

iPhone 14 ની ડિઝાઇનમાં થશે ફેરફાર
બ્લૂમબર્ગના માર્ક ગુરમન અનુસાર iPhone 14 સીરીઝના 'ફૂલ રિડિઝાઇન' સાથે આવવાની આશા છે. એપ્પલ વિશ્લેષક મિંગ-ચી કૂએ દાવો કર્યો હતો કે iPhone 14 સીરીઝ ફોનના નોચને દૂર કરી શકે છે, જેને કંપનીએ પહેલીવાર 2107 માં આઇફોન એક્સમાં રજૂક કર્યો હતો. કુઓએ અનુમાન લગાવ્યું છે કે iPhone 14 પ્રો પહેલો આઇફોન હશે, જેમાં નોચના બદલે ફ્રંટ કેમેરા માટે હોલ પંચ કેમેરા કટઆઉટ હશે. 

iPhone 14 series ના તમામ મોડલમાં નહી હોય A16 Chip
માત્ર બે પ્રો મોડલ A16 પ્રોસેસરમાં અપગ્રેડ થશે, જ્યારે 14 અને 14 Max A15 ચિપ જ રહેશે. ચારેય નવા મોડલ 6GB RAM સાથે આવશે.

iPhone 14 ની ડિસ્પ્લે 
બેઝ અને પ્રો વેરિઅન્ટ્સમાં 2532×1170 રિઝોલ્યુશન સાથે 6.06-ઇંચ ડિસ્પ્લે હોવાની આશા છે. Max અને Pro Max 2778×1284 રિઝોલ્યુશન સાથે 6.68-ઇંચ સ્ક્રીન સાથે આવી શકે છે. ફક્ત પ્રો મેક્સના એલટીપીઓ (ઓછા તાપમાનવાળા પોલીક્રિસ્ટલાઇન ઓક્સાઇડ) ડિસ્પ્લે સાથે આવવાની આશા છે. બેસ મોડલને બાદ કરતાં તમામ ડિસ્પ્લે સાથે આવશે જે 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. બેસ વેરિએન્ટ હર્ટ્ઝ એલટીપીએસ (લો-ટેમ્પરેચર પોલીક્રિસ્ટલાઇન સિલિકોન) ડિસ્પ્લે સાથે આવશે. 

iPhone 14 માં હશે 8k વીડિયો રેકોર્ડિંગ
Apple ના વિશ્લેષક કુઓનું એ પણ માનવું છે કે Apple 12MP ને બદલે 48MP પ્રાઇમરી સેન્સર પર સ્વિચ કરશે, જે 8K વિડિઓ રેકોર્ડિંગ હોઇ શકે છે. તમને જણાવી દઈએ કે, આ ફીચર સેમસંગના ફ્લેગશિપ ફોનમાં પહેલાથી જ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news