નવી દિલ્હીઃ જિયો (Jio) એક એવી ટેલીકોમ કંપની છે યૂઝર્સને ઓછા ખર્ચમાં વધુ લાભ પ્રદાન કરવા માટે ઘણા પ્રીપેડ પ્લાન ઉપલબ્ધ કરાવે છે. તેમાં સસ્તાથી લઈને મોંઘા પ્લાન સુધી અનેક વિકલ્પ હાજર છે. તેમાંથી એક શ્રેણી છે ડેટા પેક્સ. આ પેક્સ ત્યારે કામ આવે છે, જ્યારે આપણો ડેટા સમાપ્ત થઈ જાય છે. કંપનીએ પોતાના ઘણા ડેટા પેક્સમાં ફેરફાર કર્યાં છે. પહેલાં જિયો એક 61 રૂપિયાના પ્લાનમાં 6 જીબી ડેટા પ્રદાન કરતું હતું. હવે કંપનીએ આ પેકમાં વધારાના બેનિફિટ્સ સામેલ કર્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio Rs 61 Prepaid Pack
જિયો દ્વારા 61 રૂપિયામાં એક ડેટા પેક ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પહેલાં આ પેકમાં 6 જીબી ડેટા આપવામાં આવતો હતો. પરંતુ આ પેકની સાથે હવે એક્સ્ટ્રા 4 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. એટલે કે યૂઝર્સને માત્ર 61 રૂપિયામાં 10 જીબી ડેટા પ્રાપ્ત થશે. 


આ પેકની વેલિડિટી તમારા એક્ટિવ પ્લાનની વેલિડિટી સમાન હશે. 10 જીબી હાઈ સ્પીડ ડેટા પૂર્ણ થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ 64Kbps સુધી રહી જશે. 


આ પણ વાંચોઃ Cheapest EV: જુઓ ભારતની 5 સૌથી સસ્તી Electric Cars, સિંગલ ચાર્જ પર આપશે આટલી રેંજ


એરટેલ રહી ગયું પાછળ
Airtel ની વાત કરીએ તો કંપની એક 65 રૂપિયાનો પ્લાન પ્રદાન કરી રહી છે. આ પ્લાનમાં યૂઝર્સને 4 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પેક તમારા એક્ટિવ પ્લાનની વેલિડિટી પ્રમાણે રહેશે. પરંતુ ડેટા પૂરો થયા બાદ તમારે 50 પૈસા પ્રતિ MBના દરે ચાર્જ ચુકવવો પડશે. 


VI  કંપની એક 58 રૂપિયાનો પ્લાન ઉપલબ્ધ કરાવી રહી છે. તેમાં યૂઝર્સને 3જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પેકની વેલિડિટી 28 દિવસની છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube