નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો પોતાના જબરદસ્ત બેનિફિટ્સવાળા પ્રીપેડ પ્લાન્સની સાથે એરટેલ અને વોડાફોન-આઇડિયાને ટક્કર આપી રહ્યું છે. કંપનીએ હાલમાં પોતાના શાનદાર પ્લાન લોન્ચ કર્યાં છે, જેણે એરટેલ અને વોડાફોન-આઈડિયાની ચિંતા વધારી દીધી છે. જિયોના જે પ્લાનની અમે વાત કરી રહ્યાં છીએ તે 1499 અને 4199 રૂપિયાનો છે. એક વર્ષ સુધીની વેલિડિટી અને 1095જીબી સુધી ડેટા ઓફર કરનાર આ પ્લાનમાં તમને ડિઝ્ની+હોટસ્ટાર પ્રીમિયમનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ એરટેલ અને વોડા પણ ઘણા પ્લાન ઓફર કરી રહ્યાં છે, જેમાં ડિઝ્ની+હોટસ્ટારનું સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે, પરંતુ જિયો પોતાના યૂઝર્સને નવા પ્લાનાં ડિઝ્ની+હોટસ્ટારનું પ્રીમિયમ સબ્સક્રિપ્શન આપી રહ્યું છે અને આ વાત તેને એરટેલ-વોડા કરતા અલગ બનાવે છે. આવો જાણીએ વિગત...


જિયોનો 1499 રૂપિયાનો પ્લાન
84 દિવસની વેલિડિટી સાથે આવતા આ પ્લાનમાં કંપની દરરોજ 2જીબી હિસાબે કુલ 168 જીબી સુધી ડેટા ઓફર કરી રહી છે. આ પ્લાનમાં તમને દેશભરમાં કોઈપણ નેટવર્ક માટે અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે. દરરોજ 100 ફ્રી એસએમએસ સાથે આવતા આ પ્લાનમાં ડિઝ્ની+હોટસ્ટારનું પ્રીમિયમ વાર્ષિક સબ્સક્રિપ્શન ફ્રીમાં મળે છે. આ પ્લાનમાં તમને જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો સિક્યોરિટી જેવી જિયો એપ્સનું ફ્રી એક્સેસ મળે છે. 


આ પણ વાંચોઃ Xstream Premium: એરટેલે લોન્ચ કર્યો દમદાર પ્લાન, માત્ર 149 રૂપિયામાં મળશે 15થી વધુ ઓટીટી સબ્સક્રિપ્શન


જિયોનો 4199 રૂપિયાવાળો પ્લાન
કંપની આ પ્લાનમાં એક વર્ષની વેલિડિટી ઓપર કરી રહી છે. આ પ્લાનમાં તમને દરરોજ 3જીબી ડેટા પ્રમાણે કુલ 1095 જીબી ડેટા મળી રહ્યો છે. પ્લાનમાં કંપની દેશભરમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ ઓફર કરી રહી છે. આ પ્લાનમાં તમને દરરોજ 100 ફ્રી એસએમએસ બેનિફિટ પણ મળે છે. પ્લાન સબ્સક્રાઇબર્સને કંપની એક વર્ષ માટે ડિઝ્ની+હોટસ્ટાર પ્રીમિયમનું ફ્રી સબ્સક્રિપ્શન આપી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube