Xstream Premium: એરટેલે લોન્ચ કર્યો દમદાર પ્લાન, માત્ર 149 રૂપિયામાં મળશે 15થી વધુ ઓટીટી સબ્સક્રિપ્શન

Xstream Premium : એરટેલે પોતાની એક્સસ્ટ્રીમ પ્રીમિયમ સર્વિસને લોન્ચ કરી દીધી છે. અહીં તમને એક સબ્સક્રિપ્શન લેવા પર 15 અલગ-અલગ ઓટીટી પ્લેટફોર્મનું એક્સેસ મળી જશે. 
 

Xstream Premium: એરટેલે લોન્ચ કર્યો દમદાર પ્લાન, માત્ર 149 રૂપિયામાં મળશે 15થી વધુ ઓટીટી સબ્સક્રિપ્શન

નવી દિલ્હીઃ AIrtel Launch Xstream Premium: જો તમને ઓટીટી પર મૂવી, વેબ સિરીઝ જોવાનું પસંદ છે કે પછી અલગ-અલગ ઓટીટી માટે અલગ-અલગ પ્લાન લીધા છે તો આ સમાચાર તમારા માટે કામ છે. હકીકતમાં એરટેલ એક કમાલની સર્વિસ લાવ્યું છે. તેમાં ન માત્ર તમારા પૈસા બચશે, પરંતુ તમને તમામ ઓટીટી એક પ્લેટફોર્મ પર મળી જશે. એરટેલે પોતાની એક્સટ્રીમ પ્રીમિયર સર્વિસ લોન્ચ કરી દીધી છે. અહીં તમને એક વાર સબ્સક્રિપ્શન લેવા પર 15 અલગ-અલગ ઓટીટી પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન મળી જશે. ખાસ વાત છે કે તમને મહિનાનો ખર્ચ માત્ર 149 રૂપિયા આપવા પડશે. જો તમે 1 વર્ષવાળું પેક લેવા ઈચ્છો છો તો માત્ર 1499 રૂપિયા આપવા પડશે. એરટેલના આ પ્લાનમાં અન્ય ફાયદા છે... જાણો વિગતવાર..

શું ખાસ છે આ સર્વિસમાં
તેને લોન્ચ કરતા કંપનીએ જણાવ્યું કે નવી સર્વિસનો ફાયદો માત્ર એરટેલ ગ્રાહકોને મળશે. આ નવા પ્લાન હેઠળ એરટેલના ગ્રાહકોને તમામ ઓટીટી પ્લેટફોર્મને મેળવીને 10500થી વધુ મૂવી અને શો જોઈ શકાશે. આ સર્વિસ હેઠળ તમને SonyLIV, ErosNow, Lionsgate Play, Hoichoi, ManoramaMax, Shemaroo, Ultra, HungamaPlay, EPICon, Docubay, DivoTV, Klikk, Nammaflix, Dollywood, Shorts TV જેવા કેટલાક ઓટીટી પ્લેટફોર્મ એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમમાં મળશે.

Xstream Premium નો કઈ રીતે કરશો ઉપયોગ
અહીં તમને જણાવી દઈએ કે અલગ-અલગ એપની જરૂર પડશે નહીં. તમે એરટેલ યૂઝર્સ છો અને આ સર્વિસને એક્ટિવેટ કરાવી ચુક્યા છે તો તમને એરટેલ એક્સસ્ટ્રીમ પ્રીમિયમને તમારા મોબાઇલ, ટેબલેટ, લેપટોપ પર એપ કે વેબ દ્વારા ટીવી પર એક્સસ્ટ્રીમ સેટ-ટોપ બોક્સ દ્વારા લોગિન કરવાનો વિકલ્પ મળશે. ત્યારબાદ તમે તમારા પસંદગીના શો જોઈ શકશો. 

ગેમ ચેન્જર હશે આ ઇનોવેશન
તેને લોન્ચ કરતા એરટેલ ડિજિટલના સીઈઓ આદર્શ નાયરે કહ્યુ કે, એરટેલ એક્સસ્ટ્રીમ પ્રીમિયમ ભારતમાં ઓટીટી કન્ટેન્ટને ડેમોક્રેટિક બનાવવા માટે એક ગેમ ચેન્જિંગ ઇનોવેશન છે. એક ઇન્ટીગ્રેટ ડિજિટલ પ્લેટફોર્મના રૂપમાં, આ કસ્ટમર્સ અને ઓટીટી પ્લેટર્સ માટે શાનદાર ઓપર છે. એરટેલની આ સર્વિસ દ્વારા 20 મિલિટન સબ્સક્રિપ્શનને ટાર્ગેટ કરી રહ્યાં છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news