નવી દિલ્હીઃ મુકેશ અંબાણીની રિલાયન્સ જીયોએ (Reliance Jio) પણ પોતાના પ્રીપેડ પ્લાન્સના ભાવમાં વધારો કરી દીધો છે. આ પહેલા એરટેલ (Airtel) અને વોડાફોન આઈડિયા (Vodafone Idea) પણ પોતાના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી ચુક્યા છે. જીયો તરફથી જાહેર કરાયેલા નિવેદન પ્રમાણે નવા ટેરિફ પ્લાન 1 ડિસેમ્બરથી લાગૂ થશે અને તેને તમામ ટચપોઈન્ટ્સ તથા ચેનલ્સ પર એક્સેસ કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીયોએ પ્લાન્સની કિંમતોમાં 16 રૂપિયાથી લઈને 480 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. જીયોફોન માટે વિશેષ રીતે લાવવામાં આવેલા જૂના 75 રૂપિયાના પ્લાનની નવી કિંમત હવે 91 રૂપિયા હશે. અનલિમિટેડ પ્લાન્સનો 129 રૂપિયાવાળો ટેરિફ પ્લાન હવે 155 રૂપિયામાં મળશે. રિલાયન્સ જીયોના ડેટા એડ-ઓન પ્લાન્સના ભાવમાં પણ વધારો થયો છે. 6જીબીવાળા 51 રૂપિયાવાળા પ્લાન માટે હવે 61 રૂપિયા અને 101 રૂપિયાવાળા 12 જીબી એડ-ઓન પ્લાન માટે હવે 121 રૂપિયા લાગશે. 50 જીબીવાળો પ્લાન પણ હવે 50 રૂપિયા મોંઘો થઈ 301 રૂપિયાનો થઈ ગયો છે. 


આ પણ વાંચોઃ હવે ઓછા ભાવે Jio ના આ પ્લાનમાં દરરોજ મળશે 3GB ડેટા, સાથે મળી રહ્યો છે સૌથી મોટો ફાયદો


ક્યો પ્લાન સૌથી મોંઘો થયો
સૌથી વધુ 480 રૂપિયાનો વધારો 365 દિવસની વેલિડિટીવાળા તે પ્લાનમાં થયો છે, જે અત્યારે 2399 રૂપિયામાં પડે છે. આ પ્લાનની કિંમત ડિસેમ્બરથી 2879 રૂપિયા થશે. આ વાર્ષિક પ્લાનમાં ગ્રાહકને 2જીબી દરરોજ ડેટા, અનલિમિટેડ વોઇસ કોલ અને 100 એસએમએસ દરરોજ મળે છે. 


જીયો પ્લાનના હાલના ભાવ



લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube