નવી દિલ્હીઃ જિયો દ્વારા ટેલિકોમ સેક્ટર અને જિયો ફાઇબર દ્વારા બ્રોડબેન્ડ માર્કેટમાં મોટી ધમાલ મચાવ્યા બાદ રિલાયન્સ હવે ભારતીયો માટે સૌથી સસ્તો 5G સ્માર્ટફોન બનાવવા પર કામ કરી રહ્યું છે, જેની કિંમત 5 હજાર રૂપિયાથી ઓછી હશે. જો રિલાયન્સનો આ પ્રયાસ રંગ લાવે તો ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ધમાકો મચી જશે. કંપનીએ તે પણ કહ્યું કે, શરૂઆતમાં તો તેની કિંમત આશરે 5000 રૂપિયા રાખવામાં આવશે, પરંતુ બાદમાં ડિમાન્ડ અને વેચાણને જોતા તેની કિંમત 2500 કે 3000 રૂપિયા કરી દેવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

20 કરોડ યૂઝર ટાર્ગેટ
રિલાયન્સના અધિકારીએ જણાવ્યું કે કંપની 20 કરોડ ફોન યૂઝર્સને ટાર્ગેટ કરી રહી છે અને તેના માટે 5જી સ્માર્ટફોનની યોજના પર કામ કરી રહી છે. હાલ આ યૂઝર્સોની પાસે બેસિક 2જી ફોન છે. હકીકતમાં ઈન્ટરનેટ વર્તમાન સમયની સૌથી મોટી જરૂરીયાત બની ગઈ છે, તેવામાં રિલાયન્સ લોકો માટે સીધા સસ્તા 5જી સ્માર્ટફોનના વિકલ્પ પર કામ કરી રહ્યું છે. હાલ ભારતમાં 5જી સ્માર્ટફોનની કિંમત ખુબ વધુ છે અને ભારતમાં 5જી નેટવર્ક શરૂ પણ થયું નથી.


માઇક્રોસોફ્ટ પાસેથી મળશે ઓપરેટિંગ સિસ્ટમ!
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ પાછલા દિવસોમાં 43મી એજીએમ દરમિયાન કહ્યુ હતુ કે, અમેરિકી ટેક કંપની રિલાયન્સની સાથે મળીને સસ્તી એન્ડ્રોયડ સ્માર્ટફોન ઓપરેટિંગ સિસ્ટમ બનવાશે. તેવું માનવામાં આવી રહ્યું છે કે રિલાયન્સના સસ્તા 5જી સ્માર્ટફોન માટે ઓપરેટિંગ સિસ્ટમ બનાવવામાં માઇક્રોસોફ્ટની મદદ લેવામાં આવશે. હાલ ભારત સરકારે દેશમાં 5જી નેટવર્કનું એલોટમેન્ટ કર્યું નથી. રિલાયન્સે 5જી નેટવર્કની ટેસ્ટિંગ માટે સરકારની મંજૂરી માગી છે. 


Samsung એ લોન્ચ કર્યું નવું ફિટનેટ ટ્રેકર, બેટરી છે લાઇફ ખરેખર શાનદાર


4G બાદ હવે 5G  માર્કેટમાં ધમાકો કરવાની તૈયારી
તમને જણાવી દઈએ કે રિલાયન્સ હાલ ભારતમાં લોકોને સૌથી સસ્તો JioPhone 4જી સ્માર્ટફોન ઉપલબ્ધ કરાવી રહી છે, જેની કિંમત 699 રૂપિયા છે. આ સાથે કંપની JioPhone 2 પણ લઈને આવી છે, જેની કિંમત 2999 રૂપિયા છે. હવે રિલાયન્સ સૌથી સસ્તો 5જી ફોન બનાવીને ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં હંગામો મચાવવાની છે, જેની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube