નવી દિલ્હીઃ આ દિવસોમાં પ્રીપેડ મોબાઇલ ગ્રાહકો માટે અલગ-અલગ કિંમતના અનેક રિચાર્જ પ્લાન હાજર છે. કોઈને 28 દિવસવાળો પ્લાન પસંદ હોય છે તો કોઈને એક વર્ષના પ્લાનની જરૂર હોય છે. ઓછી કિંમતમાં 199 રૂપિયાવાળો પ્લાન ખુબ પોપ્યુલર છે. રિલાયન્સ જીયો, એરટેલ અને વોડાફોન-આઈડિયા (Vi) જેવી કંપનીઓ 199 રૂપિયાનો પ્લાન ઓફર કરે છે. પરંતુ જોવાની વાત છે કે કઈ કંપનીના પ્લાનમાં વધુ બેનિફિટ મળી રહ્યો છે. આજે અમે તમને આ પ્લાનની વિગતે માહિતી આપીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio નો 199 રૂપિયાનો પ્રીપેડ પ્લાન
રિલાયન્સ જીયોના 199 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. તેમાં તમને દરરોદ 1.5 જીબી ડેટા આપવામાં આવે છે. એટલે કે તમને કુલ 42 જીબી ડેટા મળશે. તેમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ અને 100 એસએમએસની પણ સુવિધા મળે છે. આ સિવાય તમને JioTV, JioCinema, JioNews, JioSecurity અને JioCloud જેવી એપ્સનું સબ્સક્રિપ્શન પણ મળે છે. 


આ પણ વાંચોઃ 2 મહિના ચાલશે Jio નો ધાંસૂ પ્લાન, દરરોજ મન ભરીને ડેટા વાપરો, ઓછી કિંમતમાં વધુ ફાયદા


Airtel નો 199 રૂપિયાનો પ્રીપેડ પ્લાન
199 રૂપિયામાં એટરેલ 24 દિવસ માટે પોતાના ગ્રાહકોને દરરોજ 1જીબી ડેટા ઓફર કરે છે. એટલે કે ગ્રાહકોને કુલ 24 જીબી ડેટાની સુવિધા મળે છે. આ સાથે દરરોજ 100 એસએમએસ અને અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવે છે. ગ્રાહકોને આ પેકમાં Wynk Music ની મોબાઇલ એડિશન, ફ્રી હેલો ટ્યૂન્સ, એરટેલ એક્સ-સ્ટ્રીમ અને એમેઝોન પ્રાઇમ વીડિયોનું સબ્સક્રિપ્શન મળશે. 


Vi નો 199 રૂપિયાનો પ્રીપેડ પ્લાન
Vi એટલે કે Vodafone Idea નો આ પ્રીપેડ પ્લાન પણ લગભગ એરટેલ પ્લાન જેવો છે. 199 રૂપિયામાં ગ્રાહકોને24 દિવસ સુધી દરરોજ 1જીબી ડેટા મળે છે. એટલે કે તમે 24 જીબી ડેટાનો લાભ લઈ શકો છો. સાથે અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 એસએમએસની સુવિધા મળશે. એટલું જ નહીં યૂઝર્વ વી મૂવીઝ અને ટીવી માટે બેસિક એક્સેસનો પણ આનંદ લઈ શકે છે. કુલ મળીને જોઈએ તો જીયો પ્લાન સૌથી વધુ બેનિફિટ આપી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube