2 મહિના ચાલશે Jio નો ધાંસૂ પ્લાન, દરરોજ મન ભરીને ડેટા વાપરો, ઓછી કિંમતમાં વધુ ફાયદા

Jio Freedom Plans: Mukesh Ambani ની ટેલીકોમ કંપની જીયોની પાસે Jio 447 Plan છે જે ઓછી કિંમતમાં સારા લાભ આપે છે. અમે આ પ્લાનની સાથે-સાથે તમને આ કિંમતમાં આવનાર  BSNL, Airtel અને Vodafone Idea ના પ્રીપેડ પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ.
 

2 મહિના ચાલશે Jio નો ધાંસૂ પ્લાન, દરરોજ મન ભરીને ડેટા વાપરો, ઓછી કિંમતમાં વધુ ફાયદા

નવી દિલ્હીઃ Jio Freedom Plans: Mukesh Ambani ની ટેલીકોમ કંપની Reliance Jio ની પાસે ડેલી લિમિટ વગરના Jio Freedom Plans હાજર છે. જીયો ફ્રીડમ પ્લાન્સની કિંમત 127 રૂપિયાથી શરૂ થાય છે અને 2397 રૂપિયા સુધી છે. જીયોના બધા પ્લાન્સની સાથે યૂઝર્સને JioTV, JioCinema સિવાય અન્ય જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. આજે અમે તમને જીયોના Jio 447 Plan અને તેની કિંમતમાં આવનાર  Airtel, BSNL, Vi Plans વિશે માહિતી આપીશું. 

Jio Recharge Plans: Jio 447 Plan Details
આ Jio Freedom Plan ની સાથે યૂઝર્સને 50 જીબી ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગ અને 60 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસ આપવામાં આવે છે. અન્ય ફાયદાની વાત કરીએ તો આ પ્લાનમાં JioTV, JioCinema, જીયો ન્યૂઝ, જીયો સિક્યોરિટી અને જીયો ક્લાઉડનું સબ્સક્રિપ્શન મળે છે. 

આ પ્લાન કોઈ ડેટા લિમિટ વગર આવે છે, તેનો અર્થ છે કે તમે એક દિવસમાં ગમે એટલા ડેટાનો ઉપયોગ કરી શકો છો. તો તમે તમારી વેલિડિટી પ્રમાણે પણ ડેટા વાપસી શકો છો. 

BSNL Prepaid Plan:BSNL 447 Plan Details
આ  BSNL Plan ની સાથે કુલ 100 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ મળે છે. એસએમએસની વાત કરીએ તો દરરોજ 100 એસએમએસ મળે છે. આ પ્લાનની વેલિડિટી 60 દિવસની છે. અન્ય ફાયદાની વાત કરીએ તો પ્લાનમાં મનોરંજન માટે BSNL Tunes અને Eros Now નું સબ્સક્રિપ્શન મળે છે. 

Airtel Recharge Plans: Airtel 448 Plan Details
આ એરટેલના પ્લાનની સાથે દરરોજ 3જીબી ડેટાની સાથે અનલિમિટેડ લોકલ અને નેશનલ કોલ્સ મળે છે. તો યૂઝર્સને દરરોજ 100 એસએમએસ મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ હિસાબથી તમને પ્લાનમાં કુલ 84 જીબી ડેટા મળે છે. 

આ પ્લાનમાં ZEE5 પ્રીમિયમનું એક વર્ષ માટે સબ્સક્રિપ્શન મળે છે, Disney+ Hotstar નું વાર્ષિક સબ્સક્રિપ્શન, Airtel Xstream Premium, Amazon Prime Video Mobile Edition, Wynk Music અને Shaw Academy નું એક્સેસ મળે છે. 

Vodafone Idea Prepaid Plans: Vi 449 Plan
આ Vi Plan ની સાથે દરરોજ 4જીબી ડેટાની સાથે અનલિમિટેડ લોકલ અને નેશનલ કોલ્સ મળે છે. એસએમએસની વાત કરીએ તો આ પ્લાનમાં દરરોજ100 લોકલ અને નેશનલ SMS મળે છે. આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. 

આ સિવાય પ્લાનમાં વીકેન્ડ ડેટા રોલઓવરનો પણ બેનિફિટ મળે છે, જેના કારણે સોમવારથી શુક્રવાર સુધી બાકી ડેટાનો ઉપયોગ શનિવાર અને રવિવારે કરી શકાય છે. Binge ઓલ નાઇટ, જેમાં તમે રાત્રે 12થી સવારે છ સુધી અનલિમિટેડ સર્ફિંગ કરી શકો છો. 

આ સિવાય પ્લાનમાં Vi Movies અને ટીવીનું એક્સેસ મળે છે. ઓટીટી બેનિફિટ્સની વાત કરીએ તો સાથે  ZEE5 પ્રીમિયમનું એક વર્ષનું સબ્સક્રિપ્શન મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news