એક રિચાર્જમાં 365 દિવસ સુધી માણો કોલિંગ અને ડેટાની મજા, જિયોની શાનદાર સ્કીમ
Yearly Plan: જો તમે પણ પ્રીપેડ પ્લાન્સનો ઉપયોગ કરો છો અને વારંવાર રિચાર્જ કરાવવામાંથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો જિયો તમને એક વર્ષની વેલિડિટીવાળા શાનદાર પ્લાન આપી રહ્યું છે.
Jio Prepaid Plan: દર મહિને પ્રીપેડ પ્લાન્સ એક્ટિવ કરાવવામાં જો તમે સમય બરબાદ કરવા ઈચ્છતા નથી તો માર્કેટમાં તમારા માટે ઘણા શાનદાર પ્લાન્સ આવી ચુક્યા છે. હકીકતમાં આ પ્લાન્સને એકવાર એક્ટિવ કરાવ્યા બાદ ગ્રાહકોને દર મહિને રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી છુટકારો મળી જાય છે. જો તમે પણ આ રિચાર્જ કરાવવા ઈચ્છો છો તો પ્લાનની માહિતી નીચે પ્રમાણે છે.
આ પ્લાનમાં મળશે એક વર્ષની વેલિડિટી
2545 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ અનલિમિડેટ કોલ્સ, દરરોજ 1.5GB ડેટા અને 100 SMS મળે છે. એટલું જ નહીં ગ્રાહકોને આ પ્લાનમાં ઘણી જીયો એપ્સનું સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી એક વર્ષની છે. એટલે કે ગ્રાહકોએ 365 દિવસ સુધી ગ્રાહકોને રિચાર્જ કરવાની જરૂર પડતી નથી.
2897 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 2 જીબી ડેટા આપવામાં આવે છે. આ સાથે યૂઝર્સને અનલિમિડેટ કોલિંગ અને દરરોજ 100 SMS આપવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. આ પ્લાનમાં યૂઝર્સને જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે.
2,999 રૂપિયાનો પ્લાન
જિયોનો આ એક વર્ષની વેલિડિટીવાળો મોંઘો પ્લાન છે, તે માટે તમારે 3 હજાર રૂપિયા ચુકવવા પડશે. આ પ્લાનમાં યૂઝર્સને 2.5 જીબી ડેટા, 100 એસએમએસ અને અનલિમિડેટ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. આ પ્લાનમાં 365 દિવસની વેલિડિટી સાથે ઓટીટી પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન આપવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube