મુંબઈઃ Reliance AGM 2022: રિલાયન્સ કંપનીએ પોતાની વાર્ષિક સામાન્ય સભામાં મોટી જાહેરાત કરી છે. કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ જિયો 5જી સર્વિસ લોન્ચ કરવાની જાહેરાત કરી દીધી છે. કંપનીએ કહ્યું કે જિયો 5જી સર્વિસને આ વર્ષે દિવાળી પર લોન્ચ કરવામાં આવશે. સૌથી પહેલા મેટ્રો શહેરોમાં આ સેવા શરૂ થશે. આગામી વર્ષે ડિસેમ્બરમાં દેશભરમાં 5જી સેવા શરૂ થઈ જશે. આ સાથે કંપનીએ JioPhone 5G ની પણ જાહેરાત કરી છે. કંપની આ ફોનને ગૂગલ સાથે પાર્ટનરશિપ કરી બનાવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

JioPhone 5G ને લઈને વધુ જાણકારી સામે આવી નથી, તેને લઈને પહેલા પણ એક રિપોર્ટ આવી ગયો છે. પરંતુ તેને લઈને કહેવામાં આવી રહ્યું છે કે આ ખુબ સસ્તો 5જી ફોન હોઈ શકે છે. 


JioPhone 5G ના સંભવિત સ્પેસિફિકેશન
એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે JioPhone 5G માં કંપની Qualcomm Snapdragon 480 પ્રોસેસર યૂઝ તરી શકે છે. તેમાં 4જીબી સુધી રેમ અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી શકે છે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે કંપની 2જીબી રેમ વેરિએન્ટ મોડલ પણ લોન્ચ કરી શકે છે. 


આ પણ વાંચોઃ મુકેશ અંબાણી હવે સસ્તામાં વેચશે ખાણીપીણીનો સામાન, લોન્ચ કરશે FMCG Business


JioPhone 5G માં 6.5 ઇંચની એચડી+ આઈપીએસ એલસીડી ડિસ્પ્લે હોઈ શકે છે. આ ફોનના રિયરમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. તેનો પ્રાઇમરી કેમેરો 13 મેગાપિક્સલનો અને 2 મેગાપિક્સલનું સેન્સર આપવામાં આવી શકે છે. આ સસ્તો ફોન કંપનીના Pragati OS પર કામ કરી શકે છે. આ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ જિયોફોન નેક્સ્ટમાં પણ કરવામાં આવી રહ્યો છે. 


JioPhone 5G ની સંભવિત કિંમત
JioPhone 5G ને લઈને કહેવામાં આવી રહ્યું છે કે તેની કિંમત 12,000 રૂપિયાથી ઓછી હોઈ શકે છે. આ ફોન પર દિવાળી પર લોન્ચ થઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube