નવી દિલ્હી: ફ્રાંસની ઓટોમોબાઇલ કંપની રેનો (Renault) એ પોતાની 7 સીટર કાર ટ્રાઇબર (TRIBER) ને ઇન્ડીયન માર્કેટમાં લોન્ચ કરી દીધી છે. થોડા દિવસો પહેલાં કંપનીએ આ ગાડીનું ટીઝર જાહેર કર્યું હતું. કંપનીએ ટેસ્ટિંગ પુરૂ થયા બાદ લોન્ચ કરી દેવામાં આવી છે. રેનોની નવી કાર માર્કેટમાં મારૂતિની અર્ટિગાને ટક્કર આપી શકે છે. અત્યાર સુધી એમપીવી કારોમાં મારૂતિ અર્ટિગા (Maruti Ertiga) ને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દેશમાં 3 લાખ રૂપિયે કિલો વેચાઇ રહ્યું છે મીટ, રાષ્ટ્રપતિએ ચોરીથી બચવા આપ્યું 7 ટન સોનું


ટોપ મોડલમાં રૂફ રેલ્સની સુવિધા
રેનો ટ્રાઇબરને સ્લીક તથા ટોટ લાઇસન્સ સાથે-સાથે તેના નમેલા વિંડ સ્ક્રીન, રિયર વિંડો અને હળવા રૂફ ડ્રોફ દ્વારા તેને વાઇબ્રેટ લુક આપ્યો છે. તેના બંપર પર એલઇડી ડે રનિંગ લાઇટ્સ આપવામાં આવી છે. બંપર પર વી (V) શેપમાં ક્રોમ ગ્રિલ છે જેની વચ્ચે રેનોનો બેજ લાગેલો છે. તેના ટોપ મોડલમાં રૂફ રેલ્સની પણ સુવિધા આપવામાં આવી છે. ઘણા ફીચર્સ ક્વિડ હેચબેક સાથે મેચ થાય છે. તેના બ્લેક પ્લાસ્ટિક વ્હીલ આર્ચ પ્રોટેક્શન અને લોઅર પ્રોટેક્ટિક ડોર પેનલ જેવા અન્ય ફિચર્સ તેને અલગ જ લુક આપે છે. 

Exclusive: ટેક્સપેયર્સ માટે મોટી ખુશખબરી, બજેટમાં સેક્શન 80C ની સીમા વધારી શકે છે સરકાર


લાંબા સફરમાં રહેશે આરામદાયક
ટ્રાઇબરની અંદરના ફીચર્સની વાત કરીએ તો 4 મીટરનું મોટું કેબિન, 625 લીટરનું બૂટ સ્પેસ અને 31 લીટરનું ઇંટીરિયર સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે. તેમાં 7 લોકો સરળતાથી બેસી શકે છે. તેમાં 8 ઇંચ ટચસ્ક્રીન મલ્ટીમિડીયા ઇંફોટેનમેંટની સુવિધા આપવામાં આવી છે.

ભારત પહેલાં પાકિસ્તાનમાં લોન્ચ થઇ Suzuki Alto 660cc, જાણો શું છે કિંમત


દમદાર એન્જીન
રેનો ટ્રાઇબરમાં 1.0 લીટરના 3 સિલેંડરવાળા પેટ્રોલ એન્જીનથી સજ્જ છે, જે 96એનએમ ટોર્ક સાથે 72 પીએસ પેદા કરે છે. તેમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાંસમિશન અથવા 5 સ્પીડ EASY-R AMT સાથે જોડી શકાય છે. 

Mahindra Thar 700 ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ


સેફ્ટી ફીચર
સેફ્ટી ફીચરનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ડુઅલ એરબેગ્સ, એબીએસ સાથે ઇબીડી, સીટ બેલ્ટ રિમાઇન્ડર, સ્પીડ એલર્ટ અને રિઅર પાર્કિંગ સેંસર આપવામાં આવ્યું છે. થર્ડ રોની સીટ ફોલ્ડેબલ છે.