ભારત પહેલાં પાકિસ્તાનમાં લોન્ચ થઇ Suzuki Alto 660cc, જાણો શું છે કિંમત
Trending Photos
નવી દિલ્હી: સુઝુકીએ પોતાની નવી અલ્ટો 660ને પાકિસ્તાનમાં લોન્ચ કરી દીધી છે. કરાંચીમાં થોડા મહિના પહેલાં જ 2019 પાકિસ્તાન ઓટો શોમાં સુઝુકી અલ્ટોના 660cc વર્જનને લોકો સમક્ષ રજૂ કર્યું હતું. પરંતુ હવે કંપનીએ તેની કિંમતની જાહેરાત કરી હતી.
સુઝુકી અલ્ટો 660 cc ના VX વર્જનની કિંમત PKR 999,000 (4.45 લાખ રૂપિયા) છે, જ્યારે VXR વર્જનની કિંમત PKR 1,101,000 (4.90 લાખ રૂપિયા) છે. આ ઉપરાંત VXL વર્જનની કિંમત PKR 1,295,000 (5.77 લાખ રૂપિયા) છે. નવી અલ્ટો 660cc કંપનીની 800cc મેહરનને રિપ્લેસ કરશે જોકે ગત 30 વર્ષોથી પાકિસ્તાનમાં વેચાઇ રહી છે.
નવી અલ્ટો Suzuki 660 માં 660 ccનું એન્જીન લાગેલું છે. આ એન્જીન સ્થાનિક રીતે સુઝુકીની પાકિસ્તાની ડિવીઝન દ્વારા બિન કાસિમ પ્લાન્ટમાં બનાવવામાં આવ્યું છે. સુઝુકી અલ્ટો પર 3 વર્ષ એટલે કે 60 હજાર કિમીની વોરંટી આપવામાં આવી રહી છે. સુઝુકી અલ્ટો VX (એસી વિના), VXR (એસી સાથે) અને VXL AGS વેરિએન્ટમાં એસી સાથે મેન્યુઅલ ટ્રાંસમિશન મળશે.
તો આ તરફ તેના VXL વર્જન AGS વેરિએન્ટમાં એબીએસ, પાવર સ્ટિયરિંગ અને પાવર વિંડોઝનું ફીચર મળશે. નવી અલ્ટોની ડિઝાઇન મોર્ડર અને ઇંટીરિયર ખૂબ સ્પેસિયસ છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સુઝુકી ભારતમાં પણ 660cc એન્જીનવાળી અલ્ટો લોન્ચ કરી શકે છે, પરંતુ આ ક્યાં સુધી સંભવ થઇ જશે, પરંતુ આ ક્યાં સુધી સંભવ થઇ જશે આ વિશે કોઇ જાણકારી નહી મળે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે