આજકાલ તો અનેક લોકો ફોનમાં બે સિમ કાર્ડ વાપરતા જોવા મળતા હોય છે. એક સિમ ડિએક્ટિવ મોડમાં જો રાખતા હશો તો તમારે આવામાં સિમ કાર્ડ પર ચાર્જ ચૂકવવો પડી શકે છે. આ ચાર્જ વન ટાઈમ કે પછી એન્યૂલ આધારે લેવામાં આવી શકે છે. ટ્રાઈ તરફથી મોબાઈલ ઓપરેટરો પાસેથી  મોબાઈલ ફોન કે લેન્ડલાઈનના નંબરો માટે ચાર્જ લેવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે. આવામાં મોબાઈલ ઓપરેટર આ ચાર્જને યૂઝર્સ પાસેથી વસૂલી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વસૂલાશે ચાર્જ!
ટ્રાઈનું માનીએ તો મોબાઈલ ઓપરેટર પોતાના યૂઝરબેઝને ન ખોવાના કારણે લાંબા સમયથી એક્ટિવ મોડમાં ન હોય તેવા સિમ કાર્ડ બંધ કરતા નથી. પરંતુ નિયમો મુજબ તો જો કોઈ સિમ કાર્ડ લાંબા સમય સુધી રિચાર્જ કરવામાં ન આવે તો તેને બ્લિકલિસ્ટ કરવાની જોગવાઈ છે. આવામાં ટ્રાઈ તરફથી મોબાઈલ ઓપરેટરો પર દંડ ફટકારવાનો પ્લાન ઘડવામાં આવ્યો છે. જેનો બોજો ટેલિકોમ કંપનીઓ યૂઝર્સ પર નાખી શકે છે. 


કેમ વસૂલવામાં આવશે ચાર્જ?
ઈટીના રિપોર્ટને માનીએ તો દેશ મોબાઈલ નંબર કમીની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. આવામાં માનવામાં આવી રહ્યું છે કે મોટાભાગના મોબાઈલ યૂઝર્સ સ્માર્ટફોનમાં બે સિમ કાર્ડનો ઉપયોગ કરે છે. આવામાં એક એક્ટિવ મોડમાં હોય છે જ્યારે બીજાનો ઉપયોગ ખુબ જ મર્યાદિત રહે છે. અથવા તો પછી ઈનએક્ટિવ રહે છે. આ સાથે જ કેટલાક યૂઝર્સ એકથી વધુ મોબાઈલ સિમ કાર્ડનો ઉપયોગ કરે છે. આવામાં મોબાઈલ નંબર પર ચાર્જ વસૂલવાનો પ્લાન ઘડવામાં આવ્યો છે. 


19 ટકા મોબાઈલ નંબર બેકાર!
ટ્રાઈના આંકડા જોઈએ તો હાલના સમયમાં 219.14 મિલિયનથી વધુ મોબાઈલ નંબર બ્લેકલિસ્ટ કરવાની કેટેગરીમાં સામેલ છે. જે લાંબા સમયથી એક્ટિવ નથી. આ કુલ મોબાઈલ નંબરના લગભગ 19 ટકા છે જે એક મોટી સમસ્યા છે. અત્રે જણાવવાનું કે સરકાર પાસે મોબાઈલ નંબર સ્પેસિંગનો અધિકાર છે. સરકાર જ મોબાઈલ ઓપરેટરને મોબાઈલ નંબર સિરીઝ ઈશ્યુ કરે છે. ટ્રાઈનું કહેવું છે કે મોબાઈલ નંબર મર્યાદિત પ્રમાણમાં છે. આવમાં તેનો યોગ્ય રીતે ઉપયોગ થવો જોઈએ. 


ક્યાં વસૂલાય છે ચાર્જ
ઓસ્ટ્રેલિયા, સિંગાપુર, બેલ્જિયમ, ફિનલેન્ડ, યુકે, લિથુઆનિયા, ગ્રીસ, બલ્ગેરિયા, હોંગકોંગ, કુવૈત, નેધરલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, પોલેન્ડ, નાઈજીરિયા, દક્ષિણ આફ્રીકા, અને ડેનમાર્ક જેવા દેશોમાં મોબાઈલ નંબર માટે ટેલિકોમ કંપનીઓ ચાર્જ વસૂલે છે.