નવી દિલ્હી: ઇલેક્ટ્રિક બાઇક બનાવનાર કંપની રિવોલ્ટ ઇંટેલીકોર્પના રિવોલ્ટ આરવી 400 અને આરવી 300 ઇલેક્ટ્રિક બાઇક્સ લોન્ચ કર્યા બાદ બાકી કંપનીઓ પણ પોતપોતાની બાઇક લોન્ચ કરવાની તૈયારીઓ કરી રહી છે. પૂણેની કંપની Rowwet electric એ પાંચ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ લોન્ચ કર્યા છે, જેમાં ચાર ઇલેક્ટ્રિક સ્કૂટર અને એક ઇલેક્ટ્રિક બાઇક સામેલ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Xiaomi Mi CC9 Pro માં દુનિયાનું પ્રથમ અલ્ટ્રા-થિન ઓપ્ટિકલ ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર


Rowwet electric નું કહેવું છે કે તેમણે યુવાનોને જોતાં આ બાઇક્સ ડિઝાઇન કરી છે. સાથે જ આ બાઇકને આ પ્રકારે બનાવવામાં આવી છે કે રસ્તા પર ચલાવવામાં કોઇ પ્રોબ્લમ થશે નહી. તેના માટે તેમાં કંઇ ખાસ ફીચર રજૂ કર્યા છે. કંપનીના અનુસાર બાઇક્સ એક જાન્યુઆરી 2020થી રસ્તા પર ઉતરશે અને તેમની એક્સ-શો રૂમ કિંમત 51 હજારથી દોઢ લાખ રૂપિયા હશે. ગ્રાહક પોતાના બજેટ, સ્પીડ, રેંજ અને બજેટના અનુસાર વાહન સિલેક્ટ કરી શકે છે.

TikTok એ લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન, 12GB રેમ સાથે આ છે ખાસ


કંપનીએ પોતાના વાહનોમાં ત્રણ પ્રકારના બેટરી ઓપ્શન જેમ કે લીથિયમ, લેડ એસિડ અને પેટેન્ટેડ 'ક્લિક' બેટરી આપવામાં આપી છે. તેનો ફાયદો એ થશે કે ગ્રાહકોને મોંઘી લીથિયમ બેટરી લેવી નહી પડે. તો બીજી તરફ ફાસ્ટ ચાર્જિંગના અનુસાર પણ ક્લિક બેટરી સિલેક્ટ કરે છે અને માત્ર 12 મિનિટમાં બેટરી ચાર્જ થઇ જાય છે. કંપની પહેલાં પોતાની પ્રોડક્ટ મહારાષ્ટ્રમાં વેચશે, ત્યારબાદ અન્ય જગ્યાએ વેચશે. પહેલાં વર્ષે કંપની 10 હજાર યૂનિટ જ વેચશે.