નવી દિલ્હીઃ સેમસંગે સોમવારે પોતાની પોપ્યુલર કર્ડ મેસ્ટ્રો રેફ્રિઝરેટરના નવા હાઈ-કેપિસિટી મોડલ્સને લોન્ચ કરી દીધા છે. કંપનીનું કહેવું છે કે દંહી જમાવનાર આ ફ્રીઝ હવે હવે 386 અને 407 લીટર ક્ષમતામાં પણ ઉપલબ્ધ હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા મોડલમાં સેમસંગ નવા ફ્રીઝમાં કનવર્ટિબલ 5-ઇન-1 ટેક્નોલોજી, ટ્વિન કૂલિંગ પ્લસ, ડિજિટલ ઇનવર્ટર ટેક્નોલોજી અને સ્ટેબિલાઇઝર ફ્રી ઓપરેશન ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. સેમસંગે જણાવ્યું કે, નવા રેફ્રિઝરેટરની સાથે એક સ્ટેનલેસ-સ્ટીલ કર્ડ કન્ટેનર પણ મળશે. મહત્વનું છે કે સેમસંગ પહેલા 244, 265, 314 અને 366 લીટર કેપિસિટીમાં કર્ડ મેસ્ટ્રો રેફ્રિઝરેટર ઓફર કરતી હતી. 


કિંમત, ઓફર અને ઉપલબ્ધતા
સેમસંગ કર્ડ મેસ્ટ્રો રેફ્રિઝરેટરના નવા મોડલ્સ- રિફાઇન્ડ આઇનોક્સ અને લ્યૂક્સ બ્રાઉન કલરમાં ઉપલબ્ધ હશે. 10 સપ્ટેમ્બર 2020થી રિટેઇલ ચેનલ તથા સેમસંગના સત્તાવાર ઓનલાઇન સ્ટોર સેમસંગ શોપથી તેને ખરીદી શકાશે. 


Mi TV Horizon Edition ભારતમાં લોન્ચ, ઓછી કિંમતમાં મળશે દમદાર ફીચર્સ  


ચાર નવા મોડલ 2 સ્ટાર અને 3 સ્ટાર રેટિંગ ઓપ્શનમાં ઉપલબ્ધ હશે. 386 લીટર કેપિસિટીના 2 સ્ટાર મોડલની કિંમત 55,900 રૂપિયા જ્યારે 3 સ્ટાર મોડલની કિંમત 59,990 રૂપિયા છે. તો 407 લીટર કેપિસિટી વાળા 2 સ્ટાર વર્ઝનની કિંમત 61,990 રૂપિયા અને 3 સ્ટાર વર્ઝનની કિંમત 63,990 રૂપિયા છે. ગ્રાહક લિમિટેડ પીરિયડ ઓફ હેઠળ 15 ટકા કેશબેક અને ઈએમઆઈ ઓપ્શનનો ફાયદો લઈ શકે છે. 


સેમસંગનો દાવો છે કે કર્ડ મેસ્ટ્રોમાં 6.5થી 7.5 કલાકમાં દહીં જામી જાય છે. 6.5 કલાકમાં સોફ્ટ કર્ડ અને 7.5 કલાકમાં થિક કર્ડ તેનાથી તૈયાર કરી શકાય છે. 


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube