Mi TV Horizon Edition ભારતમાં લોન્ચ, ઓછી કિંમતમાં મળશે દમદાર ફીચર્સ


શાઓમીએ ભારતમાં પોતાની નવી ટીવી લાઇનઅપથી પદડો ઉઠાવી લીધો છે. Mi TV Horizon Edition હેઠળ કંપનીએ 32 ઇંચ અને 43 ઇંચ સ્ક્રીનની બે ટીવી લોન્ચ કરી છે. 

Mi TV Horizon Edition ભારતમાં લોન્ચ, ઓછી કિંમતમાં મળશે દમદાર ફીચર્સ

નવી દિલ્હીઃ Xiaomiએ આખરે સોમવારે ભારતમાં Mi TV Horizon Edition લોન્ચ કરી દીધી છે. કંપનીની આ નવી ડિવાઇસ ભારતમાં પહેલાથી હાજર મી ટીવીની પ્રીમિયમ એડિશન છે. નવી સ્માર્ટ ટીવી શાઓમીની ફ્લેગશિપ ટીવીની લાઇનઅપ છે અને તેને બે સ્ક્રીન સાઇઝમાં લોન્ચ કરવામાં આવી છે. Horizon Edition TV રેન્જ પહેલા કંપનીએ આ નામ હેઠળ બે લેપટોપ પણ લોન્ચ કર્યાં હતા. 

નવા શાઓમી ટીવીમાં પાતળા બેઝલ અને નાની ફ્રન્ટ ફ્રેમ છે. આ ટેલિવિઝનને શાઓમીના વિવિડ પિક્ચર એન્જીનની સાથે રજૂ કરવામાં આવ્યું છે. આ ટીવી ફુલ એચડીને સપોર્ટ કરે છે. આ એન્ડ્રોઇડ ટીવી ગૂગલ પ્લે સ્ટોર સપોર્ટ કરે છે એટલે કે તમને હજારો એપ્સનું એક્સેસ મળશે. ટીવીમાં પ્રીમિયમ ડિસ્પ્લે છે અને શાઓમીનો દાવો છે કે તેનાથી ટીવી જોવાનો અનુભવ સારો થશે. 

Mi TV Horizon Edition: કિંમત અને ઉપલબ્ધતા
મી ટીવી હોરિઝોન એડિશનને કંપનીએ બે વર્ઝનમાં લોન્ચ કરી છે. 32 ઇંચ મી ટીવી 4એ હોરિઝન એડિશનની કિંમત  13,499 રૂપિયા છે. આ ટીવીનું વેચાણ 11 સપ્ટેમ્બર બપોરે 12 કલાકે ફ્લિપકાર્ટ પર થશે. તો 43 ઇંચની ટીવી 4એ હોરિઝન એડિશનને 22999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવી છે. આ ટીવી 15 સપ્ટેમ્બર સાંજે 6 કલાકથી એમેઝોન પર વેચાણ માટે ઉપલબ્ધ થશે. શાઓમીએ જાણકારી આપી છે કે આવનારા કેટલાક સપ્તાહમાં આ ટીવીને રિટેઇલ આઉટલેટ્સથી પણ ખરીદી શકાશે. 

Googleએ આ 6 એપ્સને Play Storeથી હટાવી, જાણો કઇ-કઇ એપ છે સામેલ

Mi TV Horizon Edition: ફીચર્સ
આ ટીવીની ખાસિયતની વાત કરીએ તો બંન્ને મી ટીવી 4એ હોરિઝોન એડિશન વર્ઝન સારી ડિઝાઇન અને પાતળા બેઝલની સાથે આવે છે. નવા ટીવીમાં બેઝલની સાઇટ ખુબ ઓછી કરી દેવામાં આવી છે. ખુબ પાતળા બેઝલની સાથે આ ટીવીમાં સ્ક્રીન-ટૂ-બોડી રેશિયો 95 ટકા અને 178 ડિગ્રી વ્યૂઇંગ એંગલ મળે છે. 

730G ચિપસેટસ્ક્રીનની સાઇઝની વાત કરીએ તો 32 ઇંચ સ્ક્રીન ટીવી એચડી+ રિઝોલ્યુશનની સાથે જ્યારે 43 ઇંચ સ્ક્રીન ટીવી ફુલ એચડી+ રિઝોલ્યુશનની સાથે આવે છે. શાઓમીના બીજા ટીવીની જેમ આ નવા ટીવીમાં પેચોલ યૂઝર ઇન્ટરફેસ છે. મી ટીવી હોરિઝોન એડિશન સિરીઝમાં શાઓમીની Vivid Picture Engine ટેક્નોલોજી છે. 

32 અને 43 ઇંચ સ્ક્રીન સાઇઝ વાળી આ ટીવીમાં એલઈડી પેનલ આપવામાં આવી છે. બૂટઅપ ટાઇપમાં તેજી લાવવા માટે નવી સિરીઝમાં Mi QuickWake ફીચર છે, જેનાથી યૂઝર પોતાના ટીવીને ફટાફટ એક્ટિવ કરી શકશે. ઓડિયો માટે મી ટીવી હોરિઝોન એડિશન સિરીઝમાં 20 વોલ્ટ સ્ટીરિયો સ્પીકર આપવામાં આવ્યા છે, જે DTS-HDથી લેસ છે. ફોનમાં 3.5 એમએસ ઓડિયો આઉટ, SPDIF અને ત્રણ  HDMI  પોર્ટ્સ આપવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news