નવી દિલ્હીઃ સેમસંગ  (Samsung) એ ભારતમાં પોતાનો એક નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ સેમસંગ  Samsung Galaxy A03s છે. આ સેમસંગની Galaxy-A સિરીઝ હેઠળ આવેલો નવો ફોન છે. સેમસંગ ગેલેક્સી A03s સ્માર્ટફોનમાં 6.5 ઇંચની Infinity-V ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં 13 મેગાપિક્સલનો મેન કેમેરાની સાથે ત્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. સેમસંગે આ ફોનમાં 5,000 mAh ની દમદાર બેટરી આપી છે. સેમસંગ ગેલેક્સી A03s સ્માર્ટફોન ઓક્ટો-કોર MediaTek P35 પ્રોસેસરથી પાવર્ડ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેમસંગ ગેલેક્સી A03s ની કિંમત અને ઓફર
Samsung Galaxy A03s સ્માર્ટફોનની શરૂઆતી કિંમત 11499 રૂપિયા છે. આ કિંમત 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ વેરિએન્ટની છે. તો ફોનના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 12499 રૂપિયા છે. સેમસંગ ગેલેક્સી A03s સ્માર્ટફોન બ્લેક, બ્લૂ અને વાઇટ 3 કલર ઓપ્શનમાં આવ્યો છે. સ્માર્ટફોન રિટેલ સ્ટોર્સ, Samsung.com અને મુખ્ય ઓનલાઇન ઈ-કોમર્સ વેબસાઇટ પર વેચાણ માટે ઉપલબ્ધ છે. 


આ પણ વાંચોઃ માત્ર આટલા રૂપિયામાં એક વર્ષ સુધી ઇન્ટરનેટની મજા માણો, JIO આપી રહ્યું છે ખાસ ઓફર


ICICI બેન્કના ડેબિટ-ક્રેડિટ કાર્ડ હોલ્ટર્સ અને સેમસંગ ફાઇનાન્સ લેનારા ગ્રાહકોને આ સ્માર્ટફોન ખરીદવા પર 1 હજાર રૂપિયાનું કેશબેક મળી શકે છે. 


1TB સુધી વધી શકે છે ફોનનું સ્ટોરેજ
Samsung Galaxy A03s સ્માર્ટફોનમાં 6.5 ઇંચની HD+ Infinity-V ડિસ્પ્લે આપવામાં આવી છે. તેનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે. સ્માર્ટફોનમાં 5,000 mAh ની પાવરફુટ બેટરી આપવામાં આવી છે. માઇક્રોએસટી કાર્ડ દ્વારા ફોનના સ્ટોરેજને  1TB સુધી વધારી શકાય છે. સ્માર્ટફોનના રિયરમાં 13 મેગા પિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. આ સિવાય 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ અને 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે  ફોનના ફ્રંટમાં 5 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube