માત્ર આટલા રૂપિયામાં એક વર્ષ સુધી ઇન્ટરનેટની મજા માણો, JIO આપી રહ્યું છે ખાસ ઓફર

રિલાયન્સ જીયો પોતાના દરેક ગ્રાહકોની જરૂરીયાતને ધ્યાનમાં રાખી વિવિધ પ્રકારના પ્રીપેડ પ્લાન લોન્ચ કરે છે. કંપની પાસે એક વર્ષની વેલિડિટીવાળો એક પ્લાન છે. જેમાં ગ્રાહકોને દરરોજ 3જીબી ડેટા મળી રહ્યો છે. 

Trending Photos

માત્ર આટલા રૂપિયામાં એક વર્ષ સુધી ઇન્ટરનેટની મજા માણો, JIO આપી રહ્યું છે ખાસ ઓફર

નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો  (Reliance Jio) પોતાના ગ્રાહકોને અલગ-અલગ કિંમતના અનેક પ્લાન ઓફર કરે છે. તેમાં એક પ્લાન એવો છે, જે હાલ કોઈ કંપની પાસે નથી. આ પ્લાનમાં ગ્રાહકને એક વર્ષ માટે દરરોજ 3 જીબી ડેટા આપવામાં આવે છે. તેની એક ખાસિયત તે પણ છે કે આ જીયોનો સૌથી સસ્તો 3 જીબી ડેટાવાળો પ્લાન છે. આવો તેની વિગત જાણીએ. 

માત્ર જીયોની પાસે આ શાનદાર પ્લાન
કંપનીએ થોડા દિવસ પહેલા 3499 રૂપિયાનો નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો હતો. પ્લાનમાં ગ્રાહકોને એક વર્ષની વેલિડિટી આપવામાં આવે છે. 365 દિવસની વેલિડિટી સાથે દરેક નેટવર્ક પર અનલિમિડેટ કોલિંગ અને દરરોજ 100 SMS ની સુવિધા પણ આપવામાં આવી છે. પરંતુ આ પ્લાનની ખાસ વાત તેમાં મળનાર ડેટા છે. પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 3 જીબી ડેટા આપવામાં આવે છે. 

એક વર્ષ માટે દરરોજ 3 જીબી ડેટાનો મતલબ છે કે યૂઝર્સને કુલ 1095 જીબી ડેટા મળે છે. જો તમે એક જીબી ડેટાની કિંમત જુઓ તો 3.19 રૂપિયામાં 1GB ડેટા મળે છે. પ્લાનમાં કોઈ પ્રકારનો  OTT બેનિફિટ મળતો નથી. પરંતુ તેમાં JioTV, JioCinema, JioCloud, JioSecurity, અને JioNews જેવી એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. 

ભારતીય એરટેલ કે વોડાફોન આઇડિયા પાસે પણ આવો પ્લાન નથી. આ બંને કંપનીઓ દરરોજ 3 જીબી ડેટાવાળા ઘણા પ્લાન ઓફર કરે છે, પરંતુ તેમાં વેલિડિટી વધુમાં વધુ 84 દિવસની મળે છે. 84 દિવસ બાદ તમારે ફરી રિચાર્જ કરાવવું પડે છે. વોડાફોન આઇડિયાના 84 દિવસવાળા પ્લાનની કિંમત 801 રૂપિયા છે. જ્યારે એરટેલની પાસે 56 દિવસની વેલિડિટીવાળો પ્લાન છે, જેની કિંમત 558 રૂપિયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news