નવી દિલ્હી: અગ્રણી સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગ (Samsung) એ બે નવા સ્માર્ટફોન ગેલેક્સી એ50 (Galaxy A50s) અને ગેલેક્સી એ30  (Galaxy A30s) ને લોન્ચ કરી દીધા છે. બંને ફોનને ટ્રિપલ કેમેરા સેટઅપની સાથે લોન્ચ કર્યો છે. બંને ફોન Galaxy A50 અને Galaxy A30 નું અપગ્રેડેડ વર્જન છે. સેમસંગના બે નવા ફોનમાં નાઇટ મોડ, સુપર સ્ટીડી અને વીડિયો અને સેમસંગપે જેવા પ્રીમિયમ ફીચર્સ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેમસંગ Galaxy A50s માં 6.4 ઇંચની ફૂલ એચડીપ્લસ ઇંફિનિટી-યૂ-સુપર એમોલેડ (2340 X 1080 પિક્સલ) ડિસ્પ્લે છે. ફોનમાં 10 એનએમ એક્સીનોસ 9611 ચિપસેટ છે, જે AI ગેમ બૂસ્ટર સાથે આવે છે. આ એંડ્રોઇડ 9.0 પાઇ પર આધારિત છે. Galaxy A30s માં 6.4 ઇંચની એચડી પ્લસ ઇંફિનિટી-V સુપર એમોલેડ ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યૂવેશન 1560 X 720 પિક્સલ છે. 


Galaxy A50s અને Galaxy A30s A30s માં 4,000 એમએએચની બેટરી છે, જે 15 વોટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે ફૂલ ચાર્જ કરતાં આખો દિવસ બેકઅપ આપે છે. સેમસંગના નવા સ્માર્ટફોન Galaxy A50s અને Galaxy A30s માં 4GB રેમ અને 64GB સ્ટોરેજ સાથે ઓક્ટાકોર Exynos 7904 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેની ઇન્ટરનલ મેમરીને કાર્ડની મદદથી 512GB સુધી વધારી શકાય છે. 


Galaxy A50s માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે, જેમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી સેંસર, એક 5 મેગાપિક્સલનું ડેપ્થ સેંસર અને એક 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ એંગલ લેંસ આપવામાં આવ્યો છે. તેમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો છે. Galaxy A50s ની કિંમત 24,999 રૂપિયા(6/128 જીબી) અને 22,999 રૂપિયા (4/128 જીબી) રાખવામાં આવી છે, જ્યારે Galaxy A30s ની કિંમત 16,999 રૂપિયા (4/64 જીબી) રાખવામાં આવી છે.