Samsung આ નવા 5G ફોન પર કરી રહ્યું છે કામ, 2020માં થઇ શકે છે લોન્ચ
સેમસંગ ચીની બજાર માટે 5G સપોર્ટવાળા એક નવા Galaxy A-સીરીઝ પર કામ કર્યું છે. મળતી માહિતી અનુસાર તેનું મોડલ નંબર SM-A7160 હશે અને તેને Galaxy A71 5G કહેવામાં આવશે. રિપોર્ટ અનુસાર આ ફોનને મિડ સેગમેંટમાં ઉતારવામાં આવશે તેમાં Exynos 980 પ્રોસેસર ઉપલબ્ધ હશે.
નવી દિલ્હી: સેમસંગ ચીની બજાર માટે 5G સપોર્ટવાળા એક નવા Galaxy A-સીરીઝ પર કામ કર્યું છે. મળતી માહિતી અનુસાર તેનું મોડલ નંબર SM-A7160 હશે અને તેને Galaxy A71 5G કહેવામાં આવશે. રિપોર્ટ અનુસાર આ ફોનને મિડ સેગમેંટમાં ઉતારવામાં આવશે તેમાં Exynos 980 પ્રોસેસર ઉપલબ્ધ હશે. આ મિડ રેંજ પ્રોસેસરથી અપકમિંગ 5G સ્માર્ટફોનની કિંમત ઓછી કરવામાં મદદ મળશે.
SamMobile મોબાઇલના રિપોર્ટના અનુસાર સેમસંગ ચીન માટે 5G સ્માર્ટફોન ડેવલોપ કરી રહ્યા છે, જેનું મોડલ નંબર SM-A7160 હશે. જોકે ફોનની બ્રાંડિંગ હાલ કન્ફોર્મ નથી. બની શકે કે તેને ચીનમાં સેમસંગ Galaxy A71 5G તરીકે ઉતારવામાં આવશે.
પોર્ન જોવામાં પુરૂષો કરતાં પાછળ નથી ભારતીય મહિલાઓ, સામે આવી હકિકત
રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે ગ્લોબલ માર્કેટ માટે Galaxy A71 નું મોડલ નંબર SM-A715F હશે. સાથે જ સેમસંગ જે પ્રકારે પોતાના ફોન્સના મોડલ નંબર નક્કી કરે છે તે મુજબ તેના 5G વેરિએન્ટ નંબર SM-A716B અને ચીની 5G વેરિએન્ટનું મોડલ નંબર SM-A7160 હોવું જોઇએ તેને સમજવા માટે જોઇએ તો Galaxy Note 10+ 5G વેરિએન્ટનું મોડલ નંબર SM-N976B છે અને તેનું ચીની વેરિએન્ટ SM-N9760 વાળા મોડલ નંબર સાથે આવે છે.
લોન્ચ પહેલાં Vivo V17 ના સ્પેસિફિકેશન્સ અને તસવીરો થઇ LEAK
મળતી માહિતી અનુસાર તેને મિડ-રેંજ સેગમેંટમાં રાખવામાં આવશે અને તેમાં Exynos 980 પ્રોસેસર આપવામાં આવશે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે સેમસંગ Galaxy A71 માં 128GB ની ઇન્ટરનલ મેમરી આપવામાં આવશે. હાલ તેની લોન્ચિંગ ડેટ અને બાકી સ્પેસિફિકેશન્સ વિશે કોઇ જાણકારી મળી નથી. એક જૂના રિપોર્ટ અનુસાર સેમસંગ Galaxy A71 ને 2020માં લોન્ચ કરવામાં આવશે. બની શકે કે તેનું લોન્ચિંગ ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં કરવામાં આવે. બની શકે કે તેમાં 48MP કેમેરા સાથે ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube