લોન્ચ પહેલાં Vivo V17 ના સ્પેસિફિકેશન્સ અને તસવીરો થઇ LEAK

Vivo પોતાના કેમેરા સેંટ્રિક V-સીરીઝમાં એક નવો ફોન લોન્ચ કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર તેનું નામ Vivo V17 હોઇ શકે છે. Vivo V17 ના ફોટા ઓનલાઇન જોવા મળી રહ્યા છે. તેને Vivo 17 Pro નું ડાઉનગ્રેડેડ વર્જન ગણવામાં આવે છે. લીક્ડ ઇમેજમાં V17 ના ફ્રન્ટ અને બેકને જોઇ શકાય છે.

Updated By: Nov 8, 2019, 04:24 PM IST
લોન્ચ પહેલાં Vivo V17 ના સ્પેસિફિકેશન્સ અને તસવીરો થઇ LEAK

નવી દિલ્હી: Vivo પોતાના કેમેરા સેંટ્રિક V-સીરીઝમાં એક નવો ફોન લોન્ચ કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર તેનું નામ Vivo V17 હોઇ શકે છે. Vivo V17 ના ફોટા ઓનલાઇન જોવા મળી રહ્યા છે. તેને Vivo 17 Pro નું ડાઉનગ્રેડેડ વર્જન ગણવામાં આવે છે. લીક્ડ ઇમેજમાં V17 ના ફ્રન્ટ અને બેકને જોઇ શકાય છે. અહીં રિયર પેનલમાં ડાયમંડ શેપવાળો કેમેરા મોડ્યૂલ અને ગ્રેડિએન્ટ ફિનિશિંગને જોઇ શકાય છે. ઇમેજની સાથે લોન્ચ પહેલાં તેના કેટલાક સ્પેસિફિકેશન્સ પણ લીક થયા છે.

NFC સપોર્ટ સાથે Xiaomi Redmi Note 8T લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Vivo V17 ને કથિત લાઇવ ઇમેજેજ રશિયા બેસ્ડ Hi-Tech.Mail ના હવાલેથી આવી છે. અહીં સ્માર્ટફોનમાં બ્લો અને પિંક એક્સેંટની સાથે ગ્લોસી વાઇટ રિયર પેનલમાં ગ્રેડિએન્ટ ફિનિશિંગને જોઇ શકાય છે. અહીં ડાયમંડ શેપવાળા રિયર મોડ્યૂલમાં ચાર કેમેરા ઉપલબ્ધ છે. જ્યારે LED ફ્લેશ નીચેની તરફ છે. Vivo V17 ની ડિઝાઇન ઘણી હદે Vivo S5 સાથે મેચ થાય છે જે 14 નવેમ્બરના રોજ ચીનમાં લોન્ચ થઇ રહ્યો છે. V17 નો કેમેરા 48MP નો છે. બાકીના રિઝોલ્યૂશન વિશે જાણકારી મળી નથી.  

108 MP કેમેરા સાથે Xiaomi MI CC9 Pro થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

ફ્રન્ટની વાત કરીએ તો અહીં વોટરડ્રોપ નોચ અને બોટમમાં થીક ચિન જોવા મળે છે. આ ફોનમાં ફિજિકલ ફિંગરપ્રિંટ સેન્સર ઉપલબ્ધ નથી. એવામાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેમાં આ ફિંગરપ્રિંટ સેન્સર આપવામાં આવશે. મળતી માહિતી અનુસાર તેમાં 8GB સુધી રેમ અને 128GB જીબી સુધી ઇન્ટરનલ સ્ટોરેજ મળશે. સાથે જ તેની બેટરી 4,500mAh ની હશે. 

માત્ર 12 મિનિટમાં ચાર્જ થઇ શકે છે Rowwet ના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ અને બાઇક, મળશે આ ખાસ ફીચર

હાલ આ સ્માર્ટફોનમાં આપવામાં આવેલા પ્રોસસરની જાણકારી આપવામાં આવી નથી. અહીં બેકમાં 'કેમેરા અને મ્યૂઝિક'નું બ્રાન્ડીંગ જોવા મળે છે. એટલે કે ફોન કેમેરા અને મ્યૂઝિક માટે ખાસ હશે. મળતી મહિતી અનુસાર Vivo V17 ને આગામી મહિને રૂસમાં લોન્ચ કરવામાં આવી શકે છે. જોકે તેની કિંમતને લઇને હજુ કોઇ જાણકારી સામે આવી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube