ફરી ઘટ્યા સેમસંગના આ બજેટ સ્માર્ટફોનના ભાવ, હવે આટલામાં ખરીદો
ફરી સેમસંગના એક બજેટ સ્માર્ટફોનની કિંમત ભારતમાં ઓછી કરવામાં આવી છે. એક મુંબઇ બેસ્ડ રિટેલરના અનુસાર ભારતમાં સેમસંગે Galaxy J8 ની કિંમતો ઘટાડી દીધી છે. આ સ્માર્ટફોનની કિંમતમાં 1,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન ડુઅલ-રિયર કેમેરા અને 6 ઇંચ સ્ક્રીન સાથે આવે છે. ડિસેમ્બર મહિનામાં પણ આ સ્માર્ટફોનના ભાવ ઘટાડ્યા હતા.
Airtel નો આ પ્લાન ખરીદશો તો ફ્રીમાં મળશે 4G હોટસ્પોટ
1,000 રૂપિયાના ઘટાડા બાદ Galaxy J8 ને જ્યારે 14,990 રૂપિયામાં ખરીદી શકો છો. ગત વર્ષે જૂન મહિનામાં આ સ્માર્ટફોનને 18,990 રૂપિયાની કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. જોકે ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં આ સ્માર્ટફોનની કિંમત 3,000 રૂપિયા સુધી ઘટાડવામાં આવી હતી. એટલે કે લોન્ચ બાદથી અત્યાર સુધી 4,000 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.
Maruti Baleno: જાણો કેમ પોપ્યુલર છે આ પ્રીમિયમ કાર
Galaxy J8 ના સ્પેસિફિકેશન્સ
આ સ્માર્ટફોનમાં 720x1480 પિક્સલ રિઝોલ્યૂશનની સાથે 6-ઇંચ HD+ સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિવાઇસમાં 4GB રેમની સાથે ઓક્ટાકોર ક્વોલકોમ સ્નૈપડ્રૈગન 450 પ્રોસેસર ઉપલબ્ધ છે. તેની ઇન્ટરનલ મેમરી 64GB ની છે અને એંડ્રોઇડ 8.0 ઓરિયો પર કામ કરે છે. તેની ઇન્ટરનલ મેમરીને કાર્ડની મદદથી 256GB સુધી વધારી શકાય છે.
2019 હોન્ડા Grazia ભારતમાં લોન્ચ, કિંમત 64,668 રૂપિયા
ફોટોગ્રાફી માટે આ સ્માર્ટફોનના રિયરમાં 16 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલના બે કેમેરા આપવામાં આવ્યા છે. તેના 16 મેગાપિક્સલ પ્રાઇમરી સેંસરનું અપર્ચર f/1.7 છે. તો તેના ફ્રંટમાં સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. સાથે જ અહીં LED ફ્લેશનો સપોર્ટ પણ મળે છે. તેની બેટરી 3500mAh ની છે. આ ઉપરાંત તમને જણાવી દઇએ કે સેમસંગે પોતાના નવા ગેલેક્સી S10 સીરીઝની પણ લોન્ચિંગ ભારતમાં કરી દીધી છે.