નવી દિલ્હીઃ આખરે સેમસંગે પોતાનો Samsung Galaxy S21 FE 5G સ્માર્ટફોનને લોન્ચ કરી દીધો છે. ફોનમાં 6.4 ઇંચ ડિસ્પ્લે, ત્રિપલ રિયર કેમેરા અને 32 મેગાપિક્સલના ફ્રંટ કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યાં છે. આ કંપનીની માહિતી પહેલા પણ લિક થઈ હતી. આ કંપનીના Galaxy S20 FE 5G સ્માર્ટફોનનું અપગ્રેડ વર્ઝન છે, જે એપ્પલ આઈફોન 12 અને એપ્પલ આઈફોન 13ને ટક્કર આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે Galaxy S21 FE ના ફીચર્સ
મોટા ભાગના ફીચર્સનો ખુલાસો લોન્ચિંગ પહેલા થઈ ગયો હતો. સેમસંગ ગેલેક્સી એસ21 એફઈ સ્માર્ટફોનમાં 6.4 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લે સ્ટાન્ડર્ડ મોડલ Galaxy S21 થી પણ મોટુ છે અને 120Hz રિફ્રેશ રેટની સાથે આવે છે. ફોનમાં 8જીબી સુધીની રેમ અને 256 જીબીના સ્ટોરેજની સાથે  Snapdragon 888 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોન એન્ડ્રોયડ 12 આધારિત વન યૂઆઈ 4.0 પર કામ કરે છે. 


આ પણ વાંચોઃ ભારતમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Moto G71 5G, ફીચર્સ જાણીને દિલ થઈ જશે ખુશ


ફોટોગ્રાફી માટે તેમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ મળે છે, જેમાં 12 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ લેન્સ, 12 મેગાપિક્સલનો પ્રાઇમરી લેન્સ અને 8 મેગાપિક્સલનો ટેલીફોટો લેન્સ સામેલ છે. રિયર કેમેરામાં અણગમતી વસ્તુ હટાવવા માટે ઓબ્જેક્ટ ઇરેઝર ટૂલ (Pixel 6 ની જેમ), AI ફેસ રિસ્ટોરેશન અને એક સારા નાઇટ મોડ જેવા ફીચર્સ છે. સેલ્ફી માટે 32 મેગાપિક્સલનો દમદાર ફ્રંટ કેમેરા છે. 


ફોનની રિયર પેનલ ગેલેક્સી S21 ને મળતી આવે છે. આ ફોનમાં ડ્યૂરેબિલિટી માટે  IP68 વોટર અને ડસ્ટ રેજિસ્ટેન્સ રેટિંગ છે. ફોનમાં 4500mAh ની બેટરી આપવામાં આવી છે, જે 25W સુધી ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેમાં 15W વાયરલેસ ચાર્જિંગ પણ સપોર્ટ છે. 


આ પણ વાંચોઃ ટેકનોલોજીના સમયમાં પણ તારીખિયું-દટ્ટા અને પંચાગે કઈ રીતે જાળવી રાખ્યું છે સ્થાન? ભારતમાં કેટલા પ્રકારના છે કેલન્ડર


શું છે કિંમત
હાલ કંપનીએ ફોનને અમેરિકી બજારમાં ઉતાર્યો છે. તે બે વેરિએન્ટમાં આવે છે. ફોનના 6જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ મોડલની કિંમત 699 ડોલર (આશરે 52 હજાર રૂપિયા) અને 8જીબી રેમ+ 256 જીબી સ્ટોરેજ મોડલની કિંમત 769 ડોલર (આશરે 57 હજાર રૂપિયા) છે. સેમસંગ ગેલેક્સી S21 FE કુલ ચાર કલર ઓપ્શન- વ્હાઇટ, ગ્રાફાઇટ, લેવેન્ડર અને ઓલિવમાં ઉપલબ્ધ છે. હાલ ફોન ભારતમાં ક્યારે લોન્ચ થશે તેની કોઈ માહિતી સામે આવી નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube