ભારતમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Moto G71 5G, ફીચર્સ જાણીને દિલ થઈ જશે ખુશ

ટિપસ્ટર યોગેશ બબારે એક નવા ટ્વીટમાં કહ્યુ કે, Moto G71 ભારતમાં જાન્યુઆરીના બીજા સપ્તાહમાં લોન્ચ થશે. એટલે કે આગામી સપ્તાહે આ ફોનની એન્ટ્રી ભારતમાં થઈ જશે.

ભારતમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Moto G71 5G, ફીચર્સ જાણીને દિલ થઈ જશે ખુશ

નવી દિલ્હીઃ મોટોરોલાનો દમદાર સ્માર્ટફોન  Moto G71 5G જલદી ભારતમાં લોન્ચ થવાનો છે. ટિપસ્ટર યોગેશ બરાડે આ ફોનના લોન્ચને લઈને ખુલાસો કર્યો છે કે ફોન આગામી સપ્તાહે લોન્ચ થઈ શકે છે.  Moto G71 5G ને પાછલા વર્ષે નવેમ્બરમાં અન્ય G-સિરીઝના ફોન જેમ કે Moto G51, G41, G31 અને G200 ની સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. કંપનીએ હાલમાં Moto G31 અને G51 5G ને ભારતમાં લોન્ચ કર્યો હતો અને હવે Moto G71 5G ને દેશમાં લોન્ચ કરવા માટે તૈયાર છે. લેનોવાના માલિકીવાળા સ્માર્ટફોન બ્રાન્ડ માટે 'G' સિરીઝ સૌથી લોકપ્રિય લાઇન-અપ રહી છે. 

ટિપસ્ટર યોગેશ બબારે એક નવા ટ્વીટમાં કહ્યુ કે, Moto G71 ભારતમાં જાન્યુઆરીના બીજા સપ્તાહમાં લોન્ચ થશે. એટલે કે આગામી સપ્તાહે આ ફોનની એન્ટ્રી ભારતમાં થઈ જશે. બરારનો દાવો છે કે મોટોરોલા આ સપ્તાહના અંત સુધી ફોનના ટીઝરને પોસ્ટ કરવાનું શરૂ કરી દેશે. Moto G71 ગ્લોબલ માર્કેટમાં લોન્ચ થઈ ચુક્યો છે તેથી તેમાં મળનારા સ્પેસિફિકેશનની માહિતી ઉપલબ્ધ છે. પરંતુ અમે ભારતમાં કિંમત અને આ ફોનના સ્ટોરેજ ઓપ્શન સાથે જોડાયેલી જાણકારી મેળવવા માટે ઉત્સુક છીએ. 

Moto G71 5G ના સ્પેસિફિકેશન અને ફીચર્સ
Moto G71 5G એક મિડ-રેન્જ સસ્તો સ્માર્ટફોન છે, જે સ્નેપડ્રેગન 695 5G ચિપસેટ દ્વારા ચાલે છે. કહેવામાં આવે છે કે નવું પ્રોસેસર 15 ટકા ઝડપી છે અને પાછલી જનરેશનની તુલનામાં 30 ટકા સારૂ જીપીયૂ પ્રદર્શન પ્રદાન કરે છે.  SoC ને 6જીબી રેમ અને 128જીબી ઇન્ટરનલ સ્ટોરેજની સાથે જોડવામાં આવ્યું છે. સ્ટોરેજને વધારવા માટે માઇક્રોએસટી કાર્ડ સ્લોટ ઉપલબ્ધ છે. 

સ્માર્ટફોનમાં  FHD + રિઝોલ્યુશનની સાથે 6.4 ઇંચ OLED ડિસ્પ્લે, 30W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે 5,000mAh ની બેટરી, Dolby Atmos, રિયર-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર, 3.5mm હેડફોન જેક અને IP52 રેટિંગ મળે છે. તેમાં 50 મેગાપિક્સલના પ્રાઇમરી સેન્સરની સાથે ત્રણ કેમેરા સેટઅપ છે. તો મોટોરોલા દ્વારા આ મહિનાના અંત કે ફેબ્રુઆરીની શરૂઆતમાં ભારતમાં Moto Edge X30 ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કરવાની આશા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news