નવી દિલ્હી: અગ્રણી સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગ (Samsung)એ પોતાની ગેલેક્સી એમ સીરીઝમાં વધુ એક સ્માર્ટફોનને લોન્ચ કર્યો છે. સેમસંગ દ્વારા પોતાના નવા લોન્ચ કરવામાં આવેલો સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી એમ 30 (Samsung Galaxy M30) છે. આ પહેલાં પણ કંપની એમ સીરીઝ હેઠળ એમ10 અને એમ20ને લોન્ચ કરી ચૂકી છે. એમ10 અને એમ20 ની માફક Galaxy M30 ઓનલાઇન માર્કેટમાં મળશે. સેમસંગના નવા ફોનમાં કંપનીની માફક કેટલીક આકર્ષક ઓફર આપવામાં આવી શકે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 કેમેરાવાળો Nokia 9 PureView થયો લોન્ચ, જાણો કિંમત અને અન્ય ખૂબીઓ


5000 mAhની દમદાર બેટરી બેકઅપ
આ ઉપરાંત સેમસંગે નવા ફોનમાં 3 રિયર કેમેરા, સુપર એમ્લોઇડ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં ફાસ્ટ ચાર્જિંગની સાથે 5000 mAh નો દમદાર બેટરી બેકઅપ છે. પોતાના સેમસંગના નવા સ્માર્ટફોન તમે એક્સક્લૂસિવલી અમેઝોન અને સેમસંગની ઇ-શોપ પરથી 7 માર્ચથી ખરીદી શકો છો. સેમસંગના નવા ફોનની રેડમી નોટ 7, રેડમી નોટ 7 પ્રો અને હોનર 10 સાથે ટક્કર થશે. 

13 હજારથી પણ ઓછી કિંમત લોન્ચ થયું Mi નું સ્માર્ટ ટીવી, ધાંસૂ છે ફિચર્સ


કિંમત અને લોન્ચ ઓફર
સેમસંગ ગેલેક્સી એમ 30 (Samsung Galaxy M30)ના બેસ વેરિએન્ટની ભારતીય બજારમાં કિંમત 14,990 રૂપિયા છે. ફોનની બેસ વેરિએન્ટમાં 4GB રેમની સાથે 64 GBની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. આ ઉપરાંત વેરિએન્ટમાં 6GB રેમની સાથે 128 GBની ઇન્ટરનલ સ્ટોરેજ છે. જો તમે આ ફોન લેવા માંગો છો તો કંપની દ્વારા તેની કિંમત 17,990 રૂપિયા નક્કી કરવામાં આવી છે. સેમસંગનો નવો સ્માર્ટફોન બે કલર ગ્રેડિએશન બ્લેક અને ગ્રેડિએશન બ્લૂ કલર ઓપ્શનમાં મળશે. એમ30 ની એમ સીરીઝમાં અત્યાર સુધી સૌથી મોંઘો સ્માર્ટફોન છે. આ 7 માર્ચના રોજ બપોરે 12 વાગ્યાથી amazon.in અને સેમસંગ ઇ-શોપ પર મળવાનું શરૂ થઇ જશે. 

48 MP કેમેરાવાળો રેડમી નોટ 7 Pro લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ


ફોનના સ્પેશિફિકેશન
સેમસંગ ગેલેક્સી એમ30 (Samsung Galaxy M30) ડ્યૂલ સિમવાળો સ્માર્ટફોન છે અને આ એડ્રોંઇડ 8.1 ઓરિયો પર રન કરે છે. કંપની દ્વારા પહેલાં જ વાયદો કરવામાં આવ્યો છે કે નવા ફોનમાં જલદી એંડ્રોઇડ પાઇનું અપડેટ મળવાનું શરૂ થઇ જશે. આ ઉપરાંત એમ30 અને એમ20 ફોનમાં 6.4 ઇંચની ફૂલ એચડી+સુપર એમ્લોઇડ ઇનફિનિટી ડિસ્પ્લે છે. ફોનમાં ઓક્ટા-કોર એક્સનોસ 7904 પ્રોસેસર છે.

7 માર્ચે લોન્ચ થશે Honda Civic, પ્રી-બુકિંગમાં જ મળ્યો શાનદાર રિસ્પોન્સ, જાણો કિંમત અને ફિચર્સ


ફોનને ટ્રિપલ રિયર કેમેરા સેટઅપથી સજ્જ કરવામાં આવ્યો છે. તેમાં એક 13 મેગાપિક્સલ અને બે 5-5 મેગાપિક્સલના કેમેરા છે. ફોનમાં ફ્રન્ટ કેમેરા તરીકે 16 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. એમ 30ની 128 GB ઇન્ટરનલ સ્ટોરેજને તમે માઇક્રો એસડી કાર્ડના માધ્યમથી 512 GB સુધી એક્સપેંડ કરી શકો છો.