7 માર્ચે લોન્ચ થશે Honda Civic, પ્રી-બુકિંગમાં જ મળ્યો શાનદાર રિસ્પોન્સ, જાણો કિંમત અને ફિચર્સ

કાર બનાવનાર મુખ્ય કંપની હોંડા કાર્સ ઇન્ડિયા પોતાની જાણીતિ ગાડી Honda Civic નું 10મું વર્જન લોન્ચ કરવા જઇ રહી છે. હોંડા સિવિકની આ 10મી જનરેશનની કાર 7 માર્ચે લોન્ચ કરવામાં આવશે. 

7 માર્ચે લોન્ચ થશે Honda Civic, પ્રી-બુકિંગમાં જ મળ્યો શાનદાર રિસ્પોન્સ, જાણો કિંમત અને ફિચર્સ

કાર બનાવનાર મુખ્ય કંપની હોંડા કાર્સ ઇન્ડિયા પોતાની જાણીતિ ગાડી Honda Civic નું 10મું વર્જન લોન્ચ કરવા જઇ રહી છે. હોંડા સિવિકની આ 10મી જનરેશનની કાર 7 માર્ચે લોન્ચ કરવામાં આવશે. આ કારની પ્રી-બુકિંગ થઇ ચૂકી છે. પ્રી-બુકિંગમાં જ હોંડા સિવિકને પબ્લિકનો જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. પ્રી-બુકિંગ 15 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવી હતી, પરંતુ બુકિંગમાં આશા કરતાં વધુ રિસ્પોન્સ મળી રહ્યો છે. 10મી જનરેશનની Honda Civic ની બુકિંગ 31,000 રૂપિયામાં કંપનીના બધા ઓફિશિયલ ડીલર્સ પર કરવામાં આવી રહી છે.
New Honda Civic 2019 will launch on 7th March
જો પાકિસ્તાન સાથે યુદ્ધ થાય, તો ભારત પર પડશે આ 6 મોટી અસર

શાનદાર પબ્લિક રિસ્પોન્સ
Honda Cars India ના માર્કેટિંગ તથા સેલ્સ મુખ્ય તથા સીનિયર વાઇસ પ્રેસિડેંસ રાજેશ ગોયલે જણાવ્યું કે 10મી જનરેશનની હોંડા સિવિકને લઇને પબ્લિક પાસેથી મળી રહેલા રિસ્પોન્સથી ખૂબ ખુશ છે. નવી સિવિક 7 માર્ચના રોજ લોન્ચ કરવામાં આવી રહી છે. પ્રી લોન્ચિંગમાં જ આ કારને આટલો શાનદાર રિસ્પોન્સ મળશે, એવો વિશ્વાસ ન હતો. તેમણે જણાવ્યું કે માત્ર 7 દિવસમાં જ આ કારનું એટલું બુકિંગ થઇ ચૂક્યું છે કે જેટલી તેમણે 3 અઠવાડિયા માટે વિચાર્યું હતું.
New Honda Civic 2019 will launch on 7th March
TATA ફ્લેગશિપ SUV H7X 5 માર્ચના રોજ થશે પ્રદર્શિત, ફોટો થયો લીક

દમદાર એન્જીન
નવી હોંડા સિવિક પેટ્રોલ અને ડીઝલ એન્જીન, બંને જ વર્જનમાં લોન્ચ કરવામાં આવશે. નવી સેડાનનું પેટ્રોલ વેરિએન્ટ 1.8 લીટર, ચાર-સિલિન્ડર એન્જીનથી સજ્જ છે જે 140 પીએસનો પાવર અને 174 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે. ડીઝલ વર્જનની વાત કરીએ તો તેમાં 1.6 લીટરવાળું i-DTEC ટર્બો ડીઝલ એન્જીન આપવામાં આવ્યું છે જે 120 પીએસના પાવર પર 300 નએમનો ટોર્ક 2,000 rpm પર પેદા કરે છે. તેમાં 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાંસમિશન આપવામાં આવ્યું છે.
New Honda Civic 2019 will launch on 7th March
સ્ટાઇલિશ લુક અને નવા ફિચર્સમાં આવી મારૂતિની IGNIS, જાણો કિંમત અને ખૂબીઓ

માઇલેજ
નવી જનરેશનની હોંડા સિવિકની માઇલેજ વિશે કંપનીનો દાવો છે કે પેટ્રોલ વર્જન સેડાન 16.5 કિલોમીટર/લીટરની માઇલેજ આપશે. ડીઝલ વર્જનમાં શાનદાર માઇલેજની વાત કહેવામાં આવતી હતી. કંપનીનું કહેવું છે કે ડીઝલ સેડાન 26.8 કિમી/લીટરની માઇલેજ આપશે.
New Honda Civic 2019 will launch on 7th March
આ બેંકે સસ્તી કરી હોમ અને કાર લોન, આટલો કર્યો વ્યાજ દરમાં ઘટાડો

લુક અને ડિઝાઇન
નવી Honda Civic ની લંબાઇ 4656 મિલીમીટર, પહોળાઇ 1799 મિલીમીટર અને ઉંચાઇ 1433 મિલીમીટર છે. તેનું વ્હીલબેસ 2700 મિલીમીટર છે. તેનું ફ્યૂલ ટેંક 47 લીટરની ક્ષમતાવાળી છે. જો ગાડીના વજનની વાત કરીએ તો પેટ્રોલ વર્જનનું વજન 1300 કિગ્રા તથા ડીઝલ વર્જન 1353 કિગ્રા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હોંડા સિવિકની ડિઝાઇન તમને Mercedes-Benz અને BMW નો ફીલ આપશે. 

હોંડા સિવિકની પોપુલર્ટીની વાત કરવામાં આવે તો આ કાર 170 દેશોમાં વેચવામાં આવે છે અને અત્યાર સુધી તેની 25 મિલિયન યૂનિટ વેચાઇ ચૂક્યા છે. હોંડા ઇન્ડિયાની ભારતમાં સ્થાપના 1955માં કરવામાં આવી હતી. તેના ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડા અને રાજસ્થાનના અલવરમાં બે પ્લાન્ટ છે.
New Honda Civic 2019 will launch on 7th March
Avan Xero Plus ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ, જાણો કિંમત અને ખાસિયતો

શું છે કિંમત
હવે વાત કિંમતની. નવી હોંડા સિવિકની ભારતમાં કિંમત 15 થી 20 લાખ (એક્સ શોરૂમ) વચ્ચે હશે. ન્યૂ સિવિક (મેન્યુઅલ પેટ્રોલ)ની કિંમત 15 લાખ રૂપિયા (એક્સ શો રૂમ) રાખવામાં આવી છે. સિવિક જેડએક્સ (મેન્યુઅલ પેટ્રોલ)ની એક્સ શો રૂમ કિંમત 17 લાખ તથા સિવિક જેડએક્સ ડીઝલની એક્સ શો રૂમ કિંમત 23 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news