માનસી તિવારી, મુંબઇ: સેમસંગ (Samsung)એ તાજેતરમાં જ ભારતમાં અત્યાર સુધીના સૌથી મોંઘા LED ડિસ્પ્લે લોન્ચ કર્યું છે. 'ધ વોલ' નામના આ માઇક્રો LED ડિસ્પ્લેને ત્રણ અલગ-અલગ સાઇઝમાં લોન્ચ કરવામાં આવ્યું છે અને તેની કિંમત 12 કરોડ રૂપિયા સુધી છે. આ ડિસ્પ્લેની ખાસિયત એ છે કે જ્યારે તમે તેનો ઉપયોગ કરતા નથી ત્યારે તેને એક ડિજિટલ કેનવાસમાં કન્વર્ટ કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ LED ડિસ્પ્લેની કિંમત 3.5 કરોડથી 12 કરોડ રૂપિયા વચ્ચે છે. આ ત્રણ વેરિએન્ટ 142 ઇંચ, 219 ઇંચ અને 292 ઇંચમાં આવે છે. ખાસ વાત એ છે કે જ્યારે યૂઝર તેનો ઉપયોગ ન કરવો હોય ત્યારે તેને ડિજિટલ કેનવાસમાં કન્વર્ટ કરવામાં આવી શકે છે. આ ડિસ્પ્લેમાં વધુ બ્રાઇટનેસ અને સારી પિક્ચર ક્વોલિટી મળશે. 'ધ વોલ' જૂની પિક્ચર્સને સારી બનાવી શકે છે. તમને જણાવી દઇએ કે તેનું 292 ઇંચવાળુ મોડલ 8k વીડિયો ક્વોલિટી સપોર્ટ કરે છે.


'ધ વોલ' એક સ્માર્ટ સ્ક્રીન છે જેમાં માઇક્રો LEDs યૂઝ કરવામાં આવી છે. એક તરફ જ્યાં સ્માર્ટ ટીવીમા6 તમને જૂના યૂનિટ મળે છે તો બીજી તરફ 'ધ વોલ' એક ઇંડિપેડેંટ સ્ક્રીન છે જેને ઘરમાં થિયેટર જેવો અનુભવ આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube