નવી દિલ્હીઃ સેમસંગ  (Samsung) હાઈ એન્ડ સ્માર્ટફોનની સાથે-સાથે ઘણા યૂઝર ફ્રેન્ડલી અને લાંબી બેટરી લાઇફ વાળા સ્માર્ટફોન પણ બજારમાં લાવી રહ્યું છે. કંપની 6000mAhની બેટરીની સાથે ફોન લોન્ચ કરી ચુક્યુ છે. હવે ચર્ચા છે કે કંપની 7000mAhની બેટરીની સાથે નવો સ્માર્ટફોન લાવી શકે છે. આ ફોન કંપનીની એમ સિરીઝનો ભાગ હશે. સેમસંગ ગેલેક્સી  M41 સ્માર્ટફોનને હાલમાં ચીનમાં સર્ટિફિકેશન મળ્યું છે. સર્ટિફિકેશનથી સ્પષ્ટ થાય છે કે સેમસંગનો આ ફોન 6800mAhની પાવરફુલ બેટરીની સાથે આવશે. પ્રથમ ખબર હતી કે કંપની આ ફોન કેન્સલ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7000mAh બેટરી પ્રમોટ કરી શકે છે સેમસંગ
હાલમાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે સેમસંગ ગેલેક્સી M41માં આપવામાં આવેલી બેટરીની રેટેડ કેપિસિટી ભલે  6800mAh હોય, સેમસંગ ફોનના પ્રમોશન દરમિયાન '7000mAh' ફિગરનો ઉપયોગ કરી શકે છે. 


સામે આવી એપલ iPhone 12ના બેઝ મોડલની કિંમત, જાણો ડીટેલ્સ


ગેલેક્સી M31માં 6000mAh બેટરી
સેમસંગ ગેલેક્સી  M31ને કંપનીએ  6000mAh બેટરીની સાથે લોન્ચ કર્યો છે. આ ઇન-બોક્સ Type C 15W ફાસ્ટ ચાર્જરની સાથે આવે છે. આ ફોનમાં મેગામોન્સ્ટર બેટરી હોવા છતાં Galaxy M31 સ્માર્ટફોન 8.9mm મોટો છે અને તેનું વજન 191 ગ્રામ છે. 


Samsung Galaxy M31 સ્માર્ટફોનના બેકમાં 64 મેગાપિક્સલ ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. એટલે કે આ ફોનના બેકમાં 4 કેમેરા આપવામાં આવ્યા છે, જેમાં મેઇન કેમેરો 64 મેગાપિક્સલનો છે. ફોનમાં  4K રેકોર્ડિંગ, હાઇપરલેપ્સ, સ્લો-મો અને સુપર સ્ટેડી મોડ્ઝ જેવા ફીચર આપવામાં આવ્યા છે. જો ફોનના બેકમાં લાગેલા બીજા કેમેરાની વાત કરીએ તો તેમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ લેન્ચ, ક્લોઝ-અપ શોટ્સ, માટે 5 મેગાપિક્સલનો મેક્રો કેમેરા અને લાઇવ ફોકસની સાથે પોટ્રેટ શોટ્સ માટે 5 મેગાપિક્સલનો ડેપ્થ લેન્ચ આપવામાં આવ્યો છે. 


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube