નવી દિલ્હી: સેમસંગ મિડ રેંજ સ્માર્ટફોન શ્રેણીમાં વધુ એક નવો ફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપની આ મહિને F62 સ્માર્ટફોનને લોન્ચ કરવા જઇ રહી છે. આ ફોન 7000 mAh ની બેટરીથી સજ્જ હશે. ફોનને એક નવા ચિપસેટ સાથે લોન્ચ કરવામાં આવશે. જોકે આ ફોનને પોતાની શ્રેણીનો સૌથી ફાસ્ટ સ્માર્ટફોન ગણવામાં આવે છે. સૂત્રોના અનુસાર ફોનની કિંમત 25,000 રૂપિયા હોઇ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગેલેક્સી F62 ની સૌથી મોટી ખૂબ તેનું મુખ્ય એક્સિનોસ પ્રોસેસર હશે. આ ડિવાઇસને સેગમેંટમાં સૌથી ફાસ્ટ સ્માર્ટફોન બનાવી દેશે. સમાચાર એજન્સી આઇએએનએ સેમસંગના સૂત્રોના હવાલેથી જણાવ્યું કે દક્ષિણ કોરિયાઇ ઇલેક્ટ્રોનિક્સ કંપની સેમસંગ ગેલેક્સી F62 ને લોન્ચ કરવા જઇ રહી છે. આ ફ્લેગશિપ ગ્રેડ પ્રોસેસર સાથે કંપની પહેલા મિડ સેગમેંટ સ્માર્ટફોન છે. 

WhatsApp: ગ્રુપ ચેટ્સ માટે એક નવા ફિચર પર કામ કરી રહી છે કંપની, જાણો તેના વિશે


આ પહેલાંની રિપોર્ટમાં સામે આવ્યું હતું કે ગેલેક્સી F62 માં એક્સિનોસ 9825 એસઓસી હશે જે 6જીબી રેમ સાથે આવે છે. આ સ્માર્ટફોન એંડ્રોઇડ 11 આઉટ ઓફ બોક્સ પર ચાલશે. અમને આશા છે કે તેના પર વન યૂઆઇ 3.0 આપવામાં આવશે. સૂત્રોના અનુસાર સેમસંગ અને ફ્લિપકાર્ટ F62 ના લોન્ચ પહેલાં ફૂલ 'ઓન સ્પીડી' કેમ્પેન પણ શરૂ કરી શકે છે. 

Electric Car: Tata Nexon ને ટક્કર આપશે MG ની નવી ઇલેક્ટ્રિક કાર, આવતીકાલે થશે લોન્ચ


ગેલેક્સી F62 ના લોન્ચ સાથે સેમસંગ મિડ સેગમેંટમાં પોતાની સ્થિતિને વધુ મજબૂત બનાવશે. હાલ આ સેગમેંટની જ ગેલેક્સી એમ 51 અને વન પ્લસ નોર્ડનું વર્ચસ્વ છે. ગેલેક્સી F62 ના સેગમેંટ બેસ્ટ ફીચર્સ જેવા રિયરમાં કોડ કેમેરા સાથે આવવાની સંભાવના છે. આ લોકપ્રિય એફ સીરીઝમાં સેમસંગનો બીજો સ્માર્ટફોન હશે. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube