Electric Car: Tata Nexon ને ટક્કર આપશે MG ની નવી ઇલેક્ટ્રિક કાર, આવતીકાલે થશે લોન્ચ

MG ZS EV ને ગત વર્ષે ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી અને કંપની ડિસેમ્બર 2020 સુધી આ કારના 1,000 થી વધુ યૂનિટ સેલ કર્યા હતા. જોકે વેચાણના મામલે ભારતમાં ઇલેક્ટ્રિક સેગમેંટમાં નેક્સોન EV પહેલાં નંબર પર છે.

Electric Car: Tata Nexon ને ટક્કર આપશે MG ની નવી ઇલેક્ટ્રિક કાર, આવતીકાલે થશે લોન્ચ

નવી દિલ્હી: જો તમે નવી Electric SUV Car કાર ખરીદવાની યોજના બનાવી રહી છે તો આ સમાચાર ખાસ તમારા માટે છે. બ્રિટિશની વાહન નિર્માતા કંપની એમજી મોટર્સ ભારતમાં સતત પોતાના વાહનોને અપડેટ કરી રહી છે. આ કડીમાં હવે વારો MZ ZS EV કારનો છે જે 8 ફેબ્રુઆરીના રોજ લોન્ચ કરવા જઇ રહી છે. એમજી કંપનીએ સતાવાર તરીકે પણ જાહેરાત કરી છે તે 8 ફેબ્રુઆરી 2021 ના રોજ ભારતીય બજારમાં MZ ZS EV ને લોન્ચ કરશે.  

એમજી મોટર્સએ ZS EV ને કરી છે અપડેટ
કાર નિર્માતા એમજી મોટર્સ Tata Nexon EV અને Hyundai Kona જેવી અન્ય ઇલેક્ટ્રિક એસયૂવી કાર બનાવનાર કંપનીઓને વધુ આકરી ટક્કર આપવાના પ્રયત્નમાં છે. અત્યાર સુધી કંપનીએ નવા ZS EV માં ફેરફાર વિશે કોઇ જાણકારી આપી નથી. જોકે માનવામાં આવી રહ્યું છે કે હાલના મોડલની તુલનામાં આ ઇલેક્ટ્રિક કારમાં વધુ ફીચર્સ આપવામાં આવશે. એમજી મોટર્સે તાજેતરમાં જ Hector ને પણ મિડ-લાઇફ રિફ્રેશ આપી હતી. જ્યારે તેની લોન્ચિંગ 2019 માં જ થઇ ગઇ છે. 

Nexon સાથે છે મુકાબલો
MG ZS EV ને ગત વર્ષે ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી અને કંપની ડિસેમ્બર 2020 સુધી આ કારના 1,000 થી વધુ યૂનિટ સેલ કર્યા હતા. જોકે વેચાણના મામલે ભારતમાં ઇલેક્ટ્રિક સેગમેંટમાં નેક્સોન EV પહેલાં નંબર પર છે. નેક્સોન ઇવાના ગત વર્ષે 2529 યૂનિટ વેચાયા હતા.   MG ZS EV ના હાલના મોડલમાં 44.5 kWh ની બેટરી આપવામાં આવી છે, જે 142 bhp નો પાવર અને 353 Nm નો પીક ટોર્ક આપે છે. આ કારને 8.5 સેકન્ડમાં શૂન્યથી 100 કિમી પ્રતિ કલકાની ગતિ સુધી લઇ જાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news