નવી દિલ્હી: એક ટિપ્સટરે દાવો કર્યો હતો કે સેમસંગ આ મહિને ભારતમાં Galaxy F42 5G અને Galaxy M52 5G સ્માર્ટફોન લોન્ચ કરશે. એવું લાગે છે કે F42 5G ને જલદી જ લોન્ચ કરવામાં આવી શકે છે કારણ કે  Google Play કંસોલના ડેટાબેસમાં સામે આવ્યું છે. તો બીજી કંપની Galaxy Wide5 ને સાઉથ કોરિયામાં રજૂ કરશે. બંને ફોન એક સમાન હશે. બસ મોડલનું નામ અલગ હશે. ગિઝ્મો ચાઇનાના અનુસાર તેના સત્તાવાર અનાવરણ પહેલાં, સ્માર્ટફોન ગીકબેંચ સર્ટિફિકેશન પર આવી ગયો છે, જેથી તેના મુખ્ય સ્પેક્સ વિશે ખબર પડે છે. આ વો જાણીએ Samsung Galaxy F42 5G ના સ્પેસિફિકેશન્સ... 


Samsung Galaxy F42 5G સ્પેસિફિકેશન્સ
Samsung Galaxy F42 5G નવા એંડ્રોઇડ 11 આઉટ ઓફ ધ બોક્સ પર ચાલે છે. તેમાં 558 સિંગલ-કોર અંક અને 1513 મલ્ટી-કોર છે. લિસ્ટિંગથી ખબર પડે છે કે ફોન મીડીયાટેક ડાઇમેંશન 700 એસઓસી દ્વારા સંચાલિત હશે જેને 6જીબી રેમ સાથે જોડવામાં આવશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube