Samsung Jackpot Offer: 54,999 રૂપિયાનો ફોન લઇ જાવ માત્ર 16,400 રૂપિયામાં, 40 હજાર રૂપિયાની છૂટ
સેમસંગએ આ વર્ષે માર્ચમાં એક નવો 5G સ્માર્ટફોન Galaxy S20 FE 5G લોન્ચ કર્યો હતો. લોન્ચ વખતે જે ફોનની કિંમત 54,999 રૂપિયા હતી, આજે તે ફોન 40 હજાર રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ પર મળી રહ્યો છે.
નવી દિલ્હી: સેમસંગએ આ વર્ષે માર્ચમાં એક નવો 5G સ્માર્ટફોન Galaxy S20 FE 5G લોન્ચ કર્યો હતો. લોન્ચ વખતે જે ફોનની કિંમત 54,999 રૂપિયા હતી, આજે તે ફોન 40 હજાર રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ પર મળી રહ્યો છે. આ ના તો કોઇ સપનું છે અને ના તો કોઇ અફવા. ચાલો તમને જણાવી દઇએ આ ધાંસૂ ફોનને આટલી ઓછી કિંમત પર કેવી રીત ઘરે લઇ જઇ શકો છો.
Samsung Galaxy S20 FE 5G પર બંપર ડિસ્કાઉન્ટ
સેમસંગએ તાજેતરમાં જ આ જાહેરાત કરી છે કે તેમના આ સ્માર્ટફોનને ખરીદવા પર ગ્રાહકોને 5 હજારની છૂટ જરૂર મળશે. આ છૂટની જાણકારી કંપનીએ ઓફલાઇન રીટેલ સ્ટોર પરથી મળી છે. કંપનીએ પોતાની વેબસાઇટ પર પણ આ નવી કિંમતને અપડેટ કરી દીધી છે.
સાથે જ, વેબસાઇટ પર આ ફોન માટે એક એક્સચેંજ ઓફર પણ મુકી છે જેમાં જો તમે તમારા જૂન ફોનના બદલામાં આ ફોનને લો છો તો તમને 34,559 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ લાભ ઉઠાવવાની તક મળી શકે છે.
પરંતુ વેબસાઇટ પર સામાન્ય ડિસ્કાઉન્ટ 5 હજારના બદલે 4 હજાર રાખવામાં આવ્યું છે. એટલે કે તે મુજબ કુલ મળીને તમને Samsung Galaxy S20 FE 5G પર 38,599 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. જેથી આ ફોનની કિંમત ઘટીને 16,400 રૂપિયા થઇ શકે છે.
સાવધાન! જો તમે પણ વેચી રહ્યા છો Old Coin અથવા Note તો જાણી આ મોટી વાત, RBI જાહેર કરી જરૂરી સૂચના
આ સ્માર્ટફોનનો કેમેરો છે કમાલનો
તે ફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ છે જેમાં f/1.8 એપર્ચરવાળો 12MP નો મેન કેમેરો, 30x ડિજિતલ ઝૂમ સપોર્ટવાળો 8MP ટેલીફોટો લેન્સ અને 12MP અલ્ટ્રાવાઇડ કેમેરા સામેલ છે.
Jio ના આ Prepaid Plans થી Vi અને Airtel ને ચટાડી ધૂળ, ઓછા રૂપિયામાં આપી રહ્યું છે આટલું બધું
અન્ય ફીચર્સ
આ ફોનમાં ગ્રાહકોને 4,500mAh ની બેટરી મળશે જે 25W ના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. ડુઅલ-સિમ અને 5G ની સુવિધાઓથી સજ્જ આ ફોનમાં એક ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સ્કેનર પણ છે. કોલકોમ સ્નૈપડ્રૈગન 865 દ્વારા સંચાલિત સેમસંગનો આ સ્માર્ટફોન 8GB RAM અને 128GB ની ઇન્ટરનલ સ્ટોરેજ સાથ મળશે. તેની સ્ક્રીન 6.5 ઇંચની છે જે સુપ્ર એમોલેડ ઇનફિનીટી ઓ ફીચર અને 120Hz રિફ્રેશ રેટથી સજ્જ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube