નવી દિલ્હી : સેમસંગના સ્માર્ટફોનના ચાહકો માટે એક સારા સમાચાર છે. કંપનીએ ફેસ્ટિવલ સિઝનની શરૂઆત પહેલાં સેમસંગ ગેલેક્સી જે6 સ્માર્ટફોન્સની કિંમતમાં ઘટાડો કર્યો છે. એના 3જીબી/32જીબી વેરિઅન્ટને 13,990 રૂ.ની જગ્યાએ 12,490 રૂ.માં વેચવામાં આવશે. આ સિવાય 16,490 રૂ.માં માર્કેટમાં લોન્ચ કરનારા સેમસંગ ગેલેક્સી જે6ના 4જીબી/64જીબી વેરિઅન્ટને 13,990 રૂ.માં વેચવામાં આવશે. મુંબઈના મહેશ ટેલિકોમ દ્વારા ગેલેક્સી જે6ની કિંમતમાં થયેલા ઘટાડાની આ જાણકારી આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેમસંગ અત્યાર સુધી ગેલેક્સી જે6ની કિંમતમાં ત્રણ વાર ઘટાડો કરી ચૂક્યું છે. લાગે છે કે કંપની ફેસ્ટિવલ સિઝન વખતે ગ્રાહકોને આકર્ષવા માટે ફોનની કિંમત ઘટાડી રહી છે. આ સ્માર્ટફોનના 3 જીબી વેરિઅન્ટની કિંમતમાં પહેલીવાર ઘટાડો ઓગસ્ટમાં કરવામાં આવ્યો હતો. આ સિવાય 4 જીબી વેરિઅન્ટની કિંમત જુલાઈમાં ઘટાડીને 15,990 રૂ. કરી દેવામાં આવી હતી. 


સેમસંગ ગેલેક્સી જે6માં 5.6ની એચડી + સુપર AMOLED સ્ક્રીન આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં એક્સીનોસ 7 સિરિઝનું પ્રોસેસર છે. આ ફોનના બે વેરિઅન્ટ છે 3જીબી/32 જીબી અને 4જીબી/64જીબી. આ બંને વેરિઅન્ટના સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ મારફતે 256જીબી સુધી વધારી શકાય છે. આ ફોનનો રિયર કેમેરા 13 મેગાપિક્સેલનો છે. સેલ્ફીના શોખીનો માટે એમાં 8 મેગાપિક્સેલનું સેન્સર ફ્રન્ટમાં આપવામાં આવ્યું છે. સેમસંગ ગેલેક્સી જે6માં 3000 એમએએચની બેટરી પણ આપવામાં આવી છે. 


ટેકનોલોજીના સમાચાર જાણવા માટે કરો ક્લિક...