નવી દિલ્હી: સ્માર્ટફોન બનાવનાર કોરિયાઇ કંપની સેમસંગ (SAMSUNG) 18 સપ્ટેમ્બરના રોજ ગેલેક્સી સીરીઝનો નવો સ્માર્ટફોન Samsung Galaxy M30s ભારતમાં લોન્ચ કરશે. આ સ્માર્ટફોનમાં 6000 mAh ની દમદાર બેટરી હશે અને ફોનના બેકમાં ત્રણ રીયર કેમેરા સેટઅપ હશે. અમેઝોને પણ આ સ્માર્ટફોન લોન્ચ થવાની લિસ્ટિંગ પોતાની વેબસાઇટ amazon.in પર કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બપોરે 12 વાગે થશે લોન્ચ
સેમસંગ ઇન્ડીયાના ટ્વિટર પોસ્ટના અનુસાર કંપની 18 સપ્ટેમ્બરના રોજ દિવસે 12 વાગે રજૂ કરશે. સેમસંગ ફેન્સ ઇવેન્ટને લાઇવ પણ કરી શકશે. આ Galaxy M30s સ્માર્ટફોનમાં sAMOLED ડિસ્પ્લે હશે. તેની કિંમતને લઇને હજુ સુધી કોઇ સત્તાવાર જાણકારી નથી. કંપનીએ પોતાના ફેન્સને એક ક્વિઝ દ્વારા આ સ્માર્ટફોન ફ્રીમાં જીતવાની ઓફર કરી રહી છે. 



ગેમિંગનો શાનદાર અનુભવ થશે
સેમસંગે આ સ્માર્ટફોનને ગેમિંગના દ્વષ્ટિએ ખાસ રજૂ કરી રહ્યા છે. તેમાં નવું પાવરફૂલ પ્રોસેસર હશે જે સ્માર્ટફોનમાં ગેમિંગનો શાનદાર અનુભવ થસે. તેમાં બેંકમાં 8MP નો ટ્રિપલ કેમેરા સેટઅપ હશે. 


સેમસંગ ભારતમાં આગામી એક વર્ષમાં ઘણા નવા ડિવાઇસ અને હેન્ડસેટ રજૂ કરવાની તૈયારીમાં છે. ગત કેટલાક સમયથી ભારતીય સ્માર્ટફોન બજારમાં સેમસંગને ચીનની મોબાઇલ બનાવનાર કંપની શાઓમીથી આકરી ટક્કર મળી છે.