સેન ફ્રાંસિસ્કો: દક્ષિણ કોરિયાની ટેક્નોલોજી દિગ્ગજ સેમસંગે સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ કરી દીધી છે કે તે 11 ફેબ્રુઆરી 2020ના રોજ પોતાના નવા ગેલેક્સી સ્માર્ટફોનને લોન્ચ કરશે. કંપનીએ જણાવ્યું છે કે તે સેન ફ્રાંસિસ્કોમાં 11 ફેબ્રુઆરી, 2020ના રોજ સવારે 11 વાગે લોન્ચ ઇવેન્ટનું આયોજન કરશે. કંપનીએ જણાવ્યું કે આ કાર્યક્રમની લાઇવ સ્ટ્રીમિંગ સેમસંગ ગ્લોબલ ન્યૂઝરૂમ, સેમસંગ મોબાઇલ પ્રેસ અને સેમસંગ ડોટ કોમ પર જોઇ શકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઇવેન્ટમાં કંપની પોતાની આગામી પેઢીના સ્માર્ટફોન ગેલેક્સી એસ20ને લોન્ચ કરી શકે છે. આઇસ યૂનિવર્સે તાજેતરમાં જ એક ટ્વિટ શેર કરીને જણાવ્યું હતું કે સેમસંગ એસ11 ઇ, એસ11 અને એસ11+ ના નામના બદલે એસ20 અને એસ20+ અને એસ20 અલ્ટ્રા નામથી નવી ફ્લેગશિપ સીરીઝ લોન્ચ કરશે. એટલે કે ગેલેક્સી એસ20 હવે એસ10ઇનો ઉત્તરાધિકારી હશે જ્યારે એસ20+ એસ10નો ઉત્તરાધિકારી હશે. 


આવનાર સ્માર્ટફોનમાં એક્સીનોઅ 990 અને સ્નૈપડ્રૈગન 865નો ઉપયોગ કરવામાં આવશે. ગેલેક્સી એસ20 માં 6.2 ઇંચ સ્ક્રીન, એસ20+ માં 6.7 ઇંચ સ્ક્રીન હોવાની સંભાવના છે. ટોપ વેરિએન્ટ ગેલેક્સી 20 અલ્ટ્રામાં 6.9 ઇંચ સ્ક્રીન હોવાની સંભાવના છે. 


ગેલેક્સી એસ20 અને ગેલેક્સી એસ20+માં ક્વાડ કેમેરા સેટઅપ હોવાની સંભાવના છે, જેમાં 108 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર હશે. આ ઉપરાંત કંપની દ્વારા ઇવેન્ટમાં એક અન્ય ફોલ્ડેબલ ડિવાઇસ ગેલેક્સી ફોલ્ડને પણ લોન્ચ કરવાની સંભાવના છે. 


આઇસ યૂનિવર્સે આવનાર ફોલ્ડ 2ના ફોટા પણ શેર કર્યા છે. આ નવા ડિવાઇસમાં બેક પેનલ પર બે કેમેરા હોવાની સંભાવના છે. તેમાં પંચ હોલ કટઆઉ સાથે સેલ્ફી કેમેરો પણ હશે. આ સ્માર્ટફોન સેમસંગના વન યૂઆઇ 2.0ના નવા વર્જન પર કામ કરશે. આવનાર ફોલ્ડેબલ ફોનની કિંમત લગભગ 1000 ડોલર હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube