સેમસંગ જલ્દી લોન્ચ કરશે 4 GB RAMનો સ્માર્ટફોન, આ હશે ફીચર્સ
ચાઇનીઝ સ્માર્ટફોનને ટક્કર આપવા માટે સેમસંગ ઇન્ડિયા `ગેલેક્સી ઓન` લોન્ચ કરવાની તૈયારીમાં છે
નવી દિલ્હી : નવા વર્ષે ચાઇનીઝ સ્માર્ટફોનને ટક્કર આપવા માટે સેમસંગ ઇન્ડિ્યા જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં નવો 'ગેલેક્સી ઓન' લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ કંપની સાથે સંકળાયેલા સુત્રોએ માહિતી આપી છે કે નવા ડિવાઇસની કિંમત 15 હજાર રૂ.ની આસપાસ હશે. મળતી માહિતી પ્રમાણે ગેલેક્સી ઓન બે વેરિઅન્ટમાં આવશે અને બંનેમાં 4 GB RAM હશે.
ક્યાં મળશે?
સેમસંગનો આ નવો ફોન માત્ર અમેઝોન ઇન્ડિ્યા પર જ મળશે. આ સ્માર્ટફોનમાં ડિઝાઇન, પ્રદર્શન અને ફોટોગ્રાફીને મહત્વ આપવામાં આવશે. 2017માં સેમસંગ ઇન્ડિયાએ 16,990 રૂ.ની કિંમતવાળો 'ગેલેક્સી ઓન મેક્સ' માર્કેટમાં ઉતાર્યો હતો. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ઉપકરણમાં ઉચ્ચસ્તરનો કેમેરો છે જે ઓછા પ્રકાશમાં પણ સારી ફોટોગ્રાફી કરે છે.
શું છે ખાસિયતો?
5.7ઇંચનો ફુલ એચડી ડિસ્પ્લે
2.39 ગીગાહર્ટઝની ક્ષમતા
1.69 ઓક્ટા કોર પ્રોસેસર
ફોનમાં 4 જીબી RAM અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
મેમરી કાર્ડથી ક્ષમતા 256 જીબી વધારવાની સવલત
13 મેગાપિક્સેલનો બેક કેમેરા
એલઇડી ફ્લેશલાઇટ સાથે ફ્રન્ટ કેમેરા