નવી દિલ્હીઃ Digital Scam: હેકર્સ આજે એટલા એક્ટિવ અને એડવાન્સ થઈ ચુક્યા છે કે લોકોને છેતરવા માટે એવી રીત અપનાવી રહ્યાં છે કે જેના પર ઝડપથી લોકોને વિશ્વાસ થઈ જાય છે. સમય સાથે સ્કેમર્સ જૂની રીતો છોડીને નવી યુક્તિઓ અપનાવી રહ્યા છે. જો તમે કોઈ કંપનીમાં કામ કરો છો તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે એક યુઝરે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે જેમાં કંપનીના CEO હોવાનો ઢોંગ કરતા સ્કેમરે વ્યક્તિ સાથે છેતરપિંડી કરવાનું વિચાર્યું હતું. જાણો પછી શું થયું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CEO ગણાવી ગિફ્ટ માટે માંગ્યા પૈસા
શિખર સક્સેના નામના યૂઝરે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે તેને અજાણ્યા નંબર પરથી મેસેજ મળ્યો અને તે વ્યક્તિએ પોતાને મીશોના સીઈઓ ગણાવ્યા. આ નંબરની પ્રોફાઈલ પિક્ચર મીશોના જ સીઈઓનું હતું. ખરેખર, શિખર સક્સેના પણ મીશોનો કર્મચારી છે અને તેનો ફાયદો ઉઠાવીને કૌભાંડી તેની પાસેથી પૈસા લૂંટવાનું વિચારી રહ્યો હતો. સ્કેમરે શિખર સક્સેનાને કહ્યું કે તે મીશોનો સીઈઓ છે અને ક્લાયન્ટ સાથે મીટિંગમાં વ્યસ્ત હતો. શું તમે મારી વતી ક્લાયન્ટ માટે ગિફ્ટ બુક કરી શકો છો? શિખરે આ મેસેજ જોયો કે તરત જ તે સમજી ગયો કે આ એક પ્રકારનો સ્કેમ મેસેજ છે. તેણે તરત જ તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને સ્કેમરને જવાબ આપવાનું બંધ કરી દીધું.


જિયોનો ધાંસૂ પ્લાન, એક વર્ષ રિચાર્જની ચિંતા નહીં, અનલિમિટેડ કોલિંગ અને 900GB ડેટા


તમે ન કરો આ ભૂલ
ઓનલાઇન ખુદને સેફ રાખવા માટે કોઈપણ સમયે પોતાની પર્સનલ ડિટેલ્સ કે પેમેન્ટ સાથે જોડાયેલી કોઈ જાણકારી અજાણ્યા વ્યક્તિને આપો નહીં. ગમે તે પરિસ્થિતિમાં તમારો એકાઉન્ટ નંબર, ઓટીપી, મોબાઇલ નંબર વગેરે કોઈને જણાવો નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube