હવે સ્માર્ટફોન વડે થશે Covid-19 ટેસ્ટ, 30 મિનિટની અંદર મળશે રિપોર્ટ
વૈજ્ઞાનિકોએ CRISPR આધારિત કોવિડ 19 તપાસ માટે એક ટેક્નોલોજી વિકાસાવી છે, જેમાં સ્માર્ટફોન કેમરા (Smartphone Camera)નો ઉપયોગ કરીને 30 મિનિટથી ઓછા સમયમાં સાચું રિઝલ્ટ મળી જાય છે.
નવી દિલ્હી: અત્યારે દુનિયાભરમાં લોકો કોવિડ-19 (Covid-19)નો પ્રકોપ સહન કરી રહ્યા છે. કોરોડો લોકો વેક્સીન (Corona Vaccine)ની રાહ જોઇ રહ્યા છે. આ દરમિયાન વૈજ્ઞાનિકોએ CRISPR આધારિત કોવિડ 19 તપાસ માટે એક ટેક્નોલોજી વિકાસાવી છે, જેમાં સ્માર્ટફોન કેમરા (Smartphone Camera)નો ઉપયોગ કરીને 30 મિનિટથી ઓછા સમયમાં સાચું રિઝલ્ટ મળી જાય છે. જનરલ સેલમાં પ્રકાશિત રિસર્ચ અનુસાર નવી તપાસથી ન ફક્ત કોરોના પોઝિટિવ અથવા નેગેટિવનું રિઝલ્ટ જાણી શકાય છે પરંતુ તેમાં વાયરસ લોડ (Concentration of Virus)ના સેમ્પલની પણ તપાસ કરવામાં આવે છે.
CRISPR આધારિત છે નવી કોવિડ 10 તપાસ
આ નવી ટેક્નોલોજીમાં CRISPR નો ઉપયોગ કરે સીધા વાયરલ આરએનએની તપાસ કરી શકાય છે. અમેરિકાના ગ્લેડસ્ટોન ઇંસ્ટીટ્યૂટના વરિષ્ઠ શોધકર્તા જેનિફર ડાઉડનાએ કહ્યું કે 'અમે CRISPR બેસ્ડ ટેસ્ટને લઇને એટલા માટે એક્સાઇટેડ છીએ કારણ કે આ જરૂરિયાતના સમયે જલદી યોગ્ય રિઝલ્ટ આપે છે.'
હાઇ પરર્ફોમન્સ માટે ભારે Laptopsનો સમય ગયો, હવે વાપરો 10મી જનરેશનના આ Laptop
આ સ્થળો પર કારગર છે આ તપાસ
ડાઉડનાએ કહ્યું કે 'આ વિશેષ રૂપથી તે સ્થળો પર વધુ ઉપયોગી છે જ્યાં તપાસની સીમિત પહોંચ હોય અને જ્યારે વારંવાર ઝડપી તપાસની જરૂર પડે. આ કોવિડ 19થી લઇને આવી રહેલા વિઘ્નોને દૂર કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડાઉડના (Jennifer Doudna) ને સીઆરઆઇએસપીઆર-સીએએસ જીનોમ એડિટિંગ (CRISPR-Cas genome editing) માટે 2020માં રસાયન શાસ્ત્રના નોબેલ પુરસ્કાર (Nobel Prize) મળ્યો છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે નવા ઉપકરણને પાંચ મિનિટની અંદર પોઝિટિવ નમૂનાને યોગ્ય રીતે તપાસ કરી શકાય છે.
રિસર્ચકર્તાઓના અનુસાર માઇક્રોસ્કોપની માફક કામ કરનાર સ્માર્ટફોન કેમેરો એક રોશની દ્વારા જાણી લે છે કે ટેસ્ટ પોઝિટિવ છે કે નેગેટિવ. ડૂડનાએ કહ્યું કે જો ટેક્નોલોજીને વિભિન્ન પ્રકારના મોબાઇલ ફોનના અનુકૂળ બનાવવામાં આવે તો સરળતાથી સુલભ થઇ શકે છે.
ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube