Registration Certificate Transfer: ભારતમાં નવા વાહનોની સાથે જૂના વાહનો પણ ખૂબ વેચાય છે. જો કે, જૂની ગાડીઓ ખરીદતા સમયે અનેક લોકો ભૂલો કરે છે, જે બાદ તેમને નુકસાન ભોગવવું પડે છે. અનેક લોકો જૂની ગાડી વેચતા કે ખરીદતા સમયે, વાહનના નવા માલિકના નામ પર રજિસ્ટ્રેશન સર્ટિફિકેટને ટ્રાન્સફર નથી કરાવતા, જે બાદ તેમને જેલમાં પણ જવું પડી શકે છે. એવામાં જો તમે જૂનું વાહન ખરીદવા કે વેચવા ઈચ્છો છો તો વાહનનું આરસી ટ્રાન્સફર જરૂર કરાવો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ?
ગાડીના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં ગાડીના માલિકનું નામ હોય છે. જેનાથી તેના અસલી માલિકનું નામ ખબર પડે છે. આ વાહનનો ઉપયોગ ખોટા કામમાં થાય કે અકસ્માત થાય તો તેનો માલિક પકડાઈ શકે. એવામાં તો તમારી ગાડી કોઈ અન્ય વ્યક્તિ ચાલવે છે અને તેનાથી કોઈ અપરાધ થાય છે તો પોલીસ સીધા તમને પકડી શકે છે.


આ પણ વાંચો:
હર હર મહાદેવના જયકાર સાથે ખુલ્યા કેદારનાથ મંદિરના કપાટ, ફૂલોથી સુશોભિત પરિસર
સંકટમાં ગુજરાત! આગામી સમયમાં ખતરો બની શકે છે દરિયો, તમે પણ વાંચો આ રિપોર્ટ
કારના એન્જીનમાં 48 KM સુધી ફસાયો નાનકડો જીવ, પછી જે થયું તે જોઇ તમે પણ...


કેવી રીતે થશે ટ્રાન્સફર?
જો તમારે ગાડીનું આરસી ટ્રાન્સફર કરાવવું છે તો તમારા રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગમાં જઈને આરસી ટ્રાન્સફર ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મમાં ગાડીના નવા અને જૂના માલિકની વિગતો આપવાની રહે છે.


આ કાગળિયા આપવાના રહેશે
આરસી ટ્રાન્સફર માટે કેટલાક કાગળિયા પણ આપવાના રહેશે. જેમાં વાહનના જૂના માલિકનું આરસી, નવા માલિકનું ઓળખ પત્રક અને એડ્રેસ પ્રુફનો સમાવેશ થાય છે. આ બાદ વાહનનુ ઈન્સ્પેક્શન કરાવવાનું રહે છે. આ સાથે આરસી ટ્રાન્સફર માટે એક નિશ્ચિત ફી જમા કરવાની રહે છે. આ પ્રક્રિયા પુરી થયા બાદ નવા માલિકના નવા નવું આરસી મળી જશે.

આ પણ વાંચો:
મે મહિનામાં આ રાશિની બમ્પર શરૂઆત, શુક્ર ગોચરથી માન-સન્માન અને પૈસા બધુ મળશે
ગુજરાતને પાણીદાર બનાવવાના સરકારના દાવા પોકળ, નળ પહોંચી ગયા પણ હજુ પાણી નથી પહોંચ્યું

રાશિફળ 25 એપ્રિલ: મિથુન સહિત આ રાશિના જાતકો માટે અત્યંત લાભકારી દિવસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube