Happy Father’s Day 2022: વિશ્વભરમાં જૂન મહીનાના ત્રીજા રવિવારે ફાધર્સ ડે મનાવવામાં આવે છે, આ પરંપરા 1910માં શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2022માં આ ખાસ દિવસ 19 જૂને આવ્યો છે. પિતા અને બાળકનો સંબંધ ખાસ હોય છે અને દરેક બાળક માટે તેના ફાધર્સ કોઈ સુપરહીરોથી ઓછો હોતા નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલાક લોકોએ માતાની મહાનતા વિશે લખવામાં પિતાએ ઓફિસમાં કામ કરતાં સંતાન માટે શું ફીલ કર્યું હશે? જે સમય એ સંતાનો સાથે નથી વિતાવી શક્યાં એનો એમને કેટલો અફસોસ હશે એ વાતને જાણે ભૂલી જ જતાં હોય છે. માતા મહાન છે પણ એની સાથે પિતા પણ મહાન છે. આ વાત આપણને ત્યારે સમજાય છે જ્યારે આપણે માતા-પિતા બનીએ છીએ. 


એક પિતા પોતાના બાળકની દેખભાળ રાખવામાં થોડી પણ કમી નથી આવવા દેતા. પિતાની હંમેશા કોશિશ રહે છે કે, તેઓ પોતાના બાળકના ચહેરા પર સ્માઈલ જુએ. પોતાના બાળકને કાબિલ બનાવવા માટે પિતાનું આખું જીવન નીકળી જાય છે અને જવાબદારીઓ વચ્ચે તેમના સ્વાસ્થ્યનું ધ્યાન નથી રાખી શકતા. તેવામાં તમારે પિતાના સ્વાસ્થ્યની જવાબદારી ઉઠાવવી જરૂરી બની છે. પિતાના નિઃસ્વાર્થ પ્રેમ અને ત્યાગ સામે તેમનો આભાર માનવા માટે જૂનના ત્રીજા સપ્તાહમાં ફાધર્સ ડે મનાવવામાં આવે છે.


Father's Day: પ્રિયંકાથી લઈ ભારતી સિંહે પોતાના પતિને બનાવ્યા પિતા, આ વર્ષે સ્ટાર્સ સેલિબ્રેટ કરી રહ્યા છે પહેલો ફાધર્સ ડે


પિતા વિના જિંદગીમાં સળફતા મુશ્કેલ
જે લોકોનું લાલન પાલન તેમના પિતાએ કર્યું છે, તે સમજી શકે છે કે તેઓ ક્યાં સુધી પહોંચ્યા કે પહોંચી છે. તેમની સફળતામાં તેમના પિતાએ મહત્વની ભૂમિકા ભજવી છે. પિતા તેના બાળકને કેટલો પ્રેમ કરે છે તે ખુલ્લેઆમ કહી શકતા નથી, પરંતુ તે તેના વર્તનમાં સ્પષ્ટપણે દેખાય છે.


મુશ્કેલીના સમયે યાદ આવે છે પપ્પા 
જીવનમાં જ્યારે પણ મુશ્કેલી આવે છે ત્યારે આપણે આપણા પિતા તરફ નજર કરીએ છીએ, તેઓ આપણને મુશ્કેલીઓ સામે લડવાનું શીખવે છે, કારણ કે તેઓ પોતે ખરાબ પરિસ્થિતિનો સામનો કરીને બાળકોની ઈચ્છાઓ અને જરૂરિયાતો પૂરી કરે છે. અમે બધા પ્રાર્થના કરીએ છીએ કે અમારા પિતાને લાંબું આયુષ્ય મળે. જો તમે ફાધર્સ ડે નિમિત્તે તમારા પિતાને કેટલાક સંદેશા મોકલવા માંગો છો, તો અમે તમારા માટે કેટલાક આઈડિયા લઈને આવ્યા છીએ.


Father's Day Gift Idea: ફાધર્સ ડે નિમિત્તે આ ગિફ્ટ ભીંજવી દેશે તમારા પિતાની આંખો


પાપાને મોકલો આ સંદેશ (Fathers Day 2022 Wishes, Quotes & Messages 2022)

1. પિતાના સાથમાં શાંતિ મળે છે, જિંદગી ખુશનુમા લાગે છે, જીવવા માટે એક ધ્યેય મળે છે.


2. પિતાની હાજરી સુરજની જેવી છે, એ ના હોય તો જીવનમાં અંધારું છવાઈ જાય છે.


3. નસીબ વાળા છે જેમના માથા પર પિતાનો હાથ હોય છે, જિદ પુરી થઈ જાય છે, જો દરેક વ્યક્તિ પાછળ પિતાનો સાથ હોય છે.


4. 'બે ક્ષણની ખુશી માટે, ખબર નહીં તે શું કરે છે, એક પિતા જ હોય છે, બાળકોની ખુશી માટે અંગારા પર ચાલે છે'


5. 'બેમતલબી આ દુનિયામાં તે અમારી શાન છે, કોઈ વ્યક્તિનું અસ્તિત્વ જ પિતાની પહેલી ઓળખ છે. 


6. 'સપના તો અમારા હતા પર તેણે પુરા કરવાનો રસ્તો, કોઈ બીજું દેખાડી રહ્યું હતું અને તે હતા મારા પાપા'


7. 'આજે પણ મારી ઈચ્છાઓ ઓછી થતી નથી, તંગીના સમયમાં પણ, પપ્પાની આંખો ક્યારેય ભીની નથી થતી'


8. હજારોની ભીડમાં પણ ઓળખાય છે, પપ્પા કશું બોલ્યા વિના જ બધું જાણી જાય છે.


9. 'શરીરમાંથી પોતાનો જીવ આપનાર બહુ મજબૂત હોય છે, તે પિતા કન્યાદાન આપે છે.


10. 'મને રાખ્યો છાયડામાં અને પોતાની જાતને સળગવા દીધી તડકામાં, મેં જોયા છે એક એવા ફરિશ્તા પોતાના પિતાના રૂપમાં'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube