Father's Day: પ્રિયંકાથી લઈ ભારતી સિંહે પોતાના પતિને બનાવ્યા પિતા, આ વર્ષે સ્ટાર્સ સેલિબ્રેટ કરી રહ્યા છે પહેલો ફાધર્સ ડે
Father's Day 2022: દુનિયાભરમાં આજે ફાધર્સ ડે સેલિબ્રિટ કરવામાં આવી રહ્યો છે. એવામાં સ્ટાર્સ પણ કોઈનાથી પાછળ નથી. તામ સેલેબ્સ સોશિયલ મીડિયા મારફતે પોતાના પિતાનો આભાર માની રહ્યા છે. આ ખાસ અવસર પર અમે તમારા માટે આ વર્ષે પ્રથમ વખત ફાધર્સ ડેની ઉજવણી કરતા સેલેબ્સની તસવીરો લઈને આવ્યા છીએ, જેઓ તેમના નવજાત શિશુ સાથે છે.
આ વર્ષે ઘણા સેલેબ્સના ઘરોમાં પહેલીવાર કિલકારીઓ ગુંજી ઉઠી છે અને દરેક તેમના પ્રથમ ફાધર્સ ડે માટે ખૂબ જ ઉત્સાહિત છે. આગળ જોઈશું કે કેટલાક એવા સ્ટાર્સ કે જેઓ આ વર્ષે તેમનો પહેલો ફાધર્સ ડે સેલિબ્રેટ કરી રહ્યા છે.
આ લિસ્ટમાં સૌથી પહેલનું નામ છે પ્રિયંકા ચોપડાના પતિ નિક જોનાસનું. નિક અને પ્રિયંકા આ વર્ષે માતા-પિતા બન્યા છે. જોકે પીસીની પુત્રી સેરોગેસી મારફતે પેદા થઈ છે અને પ્રીમૈચ્યોર હોવાના કારણે માલતીએ ઘણા લાંબા સમય હોસ્પિટલમાં જ ગુજાર્યો હતો.
ભારતી સિંહે પણ આ વર્ષે પુત્રને જન્મ આપ્યો છે, એવામાં આજે હર્ષ લિંબાચિયા પોતાનો પહેલો ફાધર્સ ડે સેલિબેટ કરી રહ્યા છે.
દેબિના બેનર્જી અને ગુરમીત ચૌધરીએ એપ્રિલમાં લિયાના નામની એક બાળકીનું સ્વાગત કર્યું. અભિનેતા પોતાની પુત્રીની સાથે પોતાનો પહેલો ફાધર્સ ડે મનાવશે.
સુયશ રાય અને તેમની પત્ની કિશ્વર મર્ચેંટે 27 ઓગસ્ટ, 2021ના રોજ બેબી બોય નિરવૈરનું સ્વાગત કર્યું.
યુવરાજ સિંહ અને હૈજલ કીચે જાન્યુઆરીમાં એક બાળકને જન્મ આપ્યો. ક્રિકેટર યુવરાજ આ ખાસ દિવસને પોતાના નાના રાજકુમાર સાથે મનાવશે.
Trending Photos