જો તમે ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમે ફક્ત 13,990 રૂપિયામાં એક શાનદાર એલઇડી ટીવી પોતાના ઘરે લાવી શકો છો. તેના ફીચર્સ એટલા ખાસ છે કે તમને મોંઘા ટીવીનો અહેસાસ કરાવશે. જોકે ટીવી બનાવનાર કંપની શિંકો ઇન્ડિયાએ ભારતમાં SO4A મોડલ નામથી એક એલઇડી ટીવી બજારમાં રજૂ કર્યું છે. આ એલઇડી ટીવી 4K વીડિયો સપોર્ટ સાથે બજારમાં રજૂ કર્યું છે. તેનો આકાર 39 ઇંચ છે. તેને તમે અમેઝોનની વેબસાઇટ પરથી ખરીદી શકો છો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, મળનાર રકમમાં પાંચ ગણો વધારો


સારી કનેક્ટિવિટી છે ઉપલબ્ધ 
આ ટીવીમાં સારી કનેક્ટિવિટી આપવામાં આવી છે, જેમાં 2 USB અને 2 HDMI પોર્ટ લાગેલા છે. આ તમને સુવિધાજનક ઓન-સ્ક્રીન કંટેટ યૂઝરની મદદથી ફોટો, વીડિયો અને મ્યૂઝિક સુધી પહોંચાડવાની પરવાનગી પુરી પાડે છે. તેમાં ખાસ સેવિંગ ફીચર્સ છે જે તમારી વિજળીના બિલને પણ સીમિત રાખે છે. 

SAMSUNG નો આ ખાસ સ્માર્ટફોન આજથી ખરીદી શકશો, આ છે ફિચર્સ અને કિંમત


ટીવીમાં છે આ ખાસ ફીચર્સ
શિંકોનું નવું એલઇડી ટીવી SO4A ની ડિઝાઇન ખૂબ આકર્ષક છે. તેમાં એચઆરડીપી ટેક્નોલોજી ઉપલબ્ધ છે જે શાનદાર તસવીરનો અનુભવ કરાવે છે. એચઆરડીપી ટેક્નોલોજી સ્ક્રીન પર પ્રદર્શિત થનાર પિક્સલને મોટા કરે છે, જેથી તમે પીએસપી અથવા એક્સબોક્સ જેવા પોતાના ગેમિંગ ડિવાઇસ પર આરામથી ગેમ રમી શકો છો. આ ટીવીમાં કંપનીનો દાવો છે કે તેને સારી સ્ક્રીન આપવામાં આવે. એ+ગ્રેડ ડિસ્પ્લે ધૂંધળાપણુ ઓછું કરે છે. સાથે 20W સ્પીકર સાથે જોડાયેલા બિલ્ટ-ઇન સિસ્ટમ ઘણા બધા બેસ અને સ્પષ્ટતા સાથે ધ્વનિ ઉત્પન્ન કરે છે જે તમને ખૂબ સારો અનુભવ પુરો પાડે છે. 

વિદેશ ટૂરનું પ્લાનિંગ કરી રહ્યા છો તો વિઝાના બદલાયેલા 10 નિયમો વિશે જરૂર જાણો


સાધારણ ક્લિક સાથે કંટેટ ટ્રાંસફર થશે
વીડિયોટેક્સ ઇન્ટરનેશનલ અને શિંકો ઇન્ડિયાના મેનેજર અર્જુન બજાજે કહ્યું કે ટેલીવિઝન માર્કેટમાં પોતાની માંગ વધવાથી અમે અમારા ગ્રાહકો માટે વધુ ઉત્પાદનો જોડવા માટે સારી પિક્સચર ક્વોલિટી અને પ્રતિસ્પર્ધી મૂલ્ય નક્કી કરી રહ્યા છીએ. અમારો એ પ્રયત્ન રહેશે કે મેક ઇન ઇન્ડિયા હેઠળ છે. બજાજે જણાવ્યું કે 'શિનકો'નું USB ટુ USB કોપી ફીચર તમને રિમોટ પર એક બટનના સાધારણ ક્લિક સાથે કંટેટ ટ્રાસફર કરવાની પરવાનગી પુરી પાડે છે.