વિદેશ ટૂરનું પ્લાનિંગ કરી રહ્યા છો તો વિઝાના બદલાયેલા 10 નિયમો વિશે જરૂર જાણો

જો તમે વિદેશ ફરવાની તૈયારી કરી રહ્યા છો તો પહેલાં તમારી પાસે પાસપોર્ટ હોવો જોઇએ. ત્યારબાદ તે દેશમાં જવાની પરવાનગી જેને વિઝા કહે છે. ભારતીય પાસપોર્ટની વાત કરીએ તો ગ્લોબલ પાસપોર્ટ ઇંડેક્સમાં 66મા ક્રમે છે. પર્યટનને પ્રોત્સાહન આપવાના હેતુથી બધા દેશોએ વિશ્વના અન્ય દેશોની સાથે વિઝા લઇને અલગ-અલગ કરાર કર્યા છે. વિશ્વના 25 દેશોમાં કોઇ પણ ભારતી વિઝા વિના જઇ શકે છે. 41 દેશોની સાથે વિઝા ઓન અરાઇવલ (પહોંચતાં વિઝા મળવા)ની જોગવાઇ છે. જ્યારે 132 દેશોની યાત્રા કરતાં પહેલાં તમારી પાસે વિઝા હોવા જોઇએ.
વિદેશ ટૂરનું પ્લાનિંગ કરી રહ્યા છો તો વિઝાના બદલાયેલા 10 નિયમો વિશે જરૂર જાણો

નવી દિલ્હી: જો તમે વિદેશ ફરવાની તૈયારી કરી રહ્યા છો તો પહેલાં તમારી પાસે પાસપોર્ટ હોવો જોઇએ. ત્યારબાદ તે દેશમાં જવાની પરવાનગી જેને વિઝા કહે છે. ભારતીય પાસપોર્ટની વાત કરીએ તો ગ્લોબલ પાસપોર્ટ ઇંડેક્સમાં 66મા ક્રમે છે. પર્યટનને પ્રોત્સાહન આપવાના હેતુથી બધા દેશોએ વિશ્વના અન્ય દેશોની સાથે વિઝા લઇને અલગ-અલગ કરાર કર્યા છે. વિશ્વના 25 દેશોમાં કોઇ પણ ભારતી વિઝા વિના જઇ શકે છે. 41 દેશોની સાથે વિઝા ઓન અરાઇવલ (પહોંચતાં વિઝા મળવા)ની જોગવાઇ છે. જ્યારે 132 દેશોની યાત્રા કરતાં પહેલાં તમારી પાસે વિઝા હોવા જોઇએ.

વિઝા મળવા ખૂબ મુશ્કેલીભર્યું કામ હોય છે. તેના માટે ઘણા પ્રકારનું પેપર વર્ક કરવું પડે છે. ઘણીવાર પૂછપરછ થાય છે, ત્યારબાદ વિઝા મળે છે. આ પરેશાનીઓને ધ્યાનમાં રાખતાં વિઝા ઇશ્યૂ કરવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવો જાણીએ વિઝાના નિયમોમાં શું અને કયા પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે. 

1. ભારતીયોને વિઝા આપવાના મામલે જાપાનનો ખૂબ સખત વલણ અપનાવે છે. જાપાનના વિઝા મળવા અમેરિકા અને અન્ય યૂરોપીય દેશોના વિઝા મળવા બરાબર છે. બદલાયેલા નિયમો બાદ જો તમે ઓછા સમય માટે જાપાનની મુસાફરી કરી રહ્યા છો તો તમારા માટે એંપ્લોયમેંટ અને એક્સપ્લેનેશન લેટરની જરૂર નથી. 

2. UAE પોતાના દેશમાં પર્યટનની ખૂબ ઝડપથી વિસ્તાર કરી રહ્યું છે. દુબઇને દુનિયાના ટોપ પર્યટન હબના રૂપમાં વિકસિત કરવામાં આવ્યું છે અને તેનો સતત વિસ્તાર થતો જાય છે. એવામાં જેમની પાસે UAE ના વિઝા છે  તેમને 18 વર્ષથી નાના ડિપેંડેંટ (પુત્ર-પુત્રી)ને 15 જુલાઇથી 15 સપ્ટેમ્બર વચ્ચે ફ્રી ટ્રાવેલની સુવિધા આપવામાં આવે છે. આ ઉપરાંત રિસર્ચ, મેડિકલ, સાયન્સના પ્રોફેશનલ્સ અને ઇવેસ્ટર્સને 10 વર્ષ માટે લોન્ગ ટર્મ વિઝા આપવામાં આવે છે.

3. પહેલાં ફ્રાંસના એરપોર્ટ પર ભારતીયોને કનેક્ટિંગ ફ્લાઇટ (ઇન્ટરનેશનલ જોનમાં રહેતા) લેતી વખતે પણ ટ્રાંજિટ વિઝાની જરૂર પડે છે. 23 જુલાઇ 2018થી ટ્રાંજિટ વિઝાની ઝંઝટને ખતમ કરી દીધી છે. જોકે હજુ પણ જો તમે આ દરમિયાન ફ્રાંસની સુંદરતા જોવા માંગો છો તો ટ્રાંજિટ વિઝાની જરૂર પડશે.

4. જો તમે અમેરિકા, ઇગ્લેંડ, જાપાન, ઓસ્ટ્રેલિયા અને કેનેડાના રેસિડેન્ટ છો અથવા આ દેશોના તમારી પાસે એંટ્રી વિઝા છે તો ઓમાનથી તમને એક મહિનાના ટ્રાવેલ વિઝા સરળતાથી મળી શકે છે. જોકે તેના માટે ફી ભરવી પડે છે. 

5. મ્યાંમારે ભારતની સાથે e-Visa સેવાની શરૂઆત કરી છે. એવામાં તમે જો મ્યાંમાર ફરવા જવા માંગો છો તો 48 કલાકમાં ઓનલાઇન અરજી અક્રી વિઝા મળી શકે છે. આના આધારે ઉજબેકિસ્તાને પણ ભારત સાથે  e-Visa ની શરૂઆત કરી છે. ઇ-વિઝાથી 1 મહિનો રહેવાની પરવાનગી મળી છે. 

6. સાઉદી અરબ પહેલાં એકલી મહિલાને વિઝાને પરવાનગી આપતો ન હતો. પરંતુ ત્યાં વાતાવરણમાં સુધારો આવ્યો છે. 25 વર્ષથી નાની ઉંમરની મહિલાઓને હવે ટૂરિસ્ટ વિઝા સરળતાથી મળી જાય છે. હવે મહિલાઓને પુરૂષો સાથની જરૂર નથી. 

7. ઝિમ્બાબ્વેએ ભારત સહિત 28 દેશો માટે વિઝા ઓન અરાઇવલની સુવિધા શરૂ કરી છે. 

8. ઇઝરાઇલે ભારતીયો માટે વિઝાની ફીને ઓછી કરી છે. જો તમે ઇઝરાઇલ ફરવા અને બિઝનેસ કરવાના હેતુથી જાવ છો તો B2 કેટેગરી હેઠળ વિઝા ફીને 1700 રૂપિયાથી ઘટાડીને 1100 રૂપિયા કરી દેવામાં આવી છે. 

9. જો તમે કઝાખ એરલાઇન (Kazakh Airline) વડે મુસાફરી કરી રહ્યા છો તો કઝાખિસ્તાન ભારતીયોને 72 કલાકના ટ્રાંજિટ વિઝા આપી રહ્યું છે.  

10. આગામી દિવસોમાં દુબઇ અને અબૂ ધાબી માટે વિઝાના નિયમોમાં ફેરફારની પુરી સંભાવના છે. એવી સંભાવના છે કે આ બંને દેશ ભારતીયોને 2 દિવસ માટે મફતમાં ટ્રાંજિટ વિઝા આપી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news