SIM Card: નવું સિમ કાર્ડ ખરીદવા અને એક્ટિવેશનની પ્રોસેસમાં હવે થોડી વધુ મુશ્કેલી થઈ શકે છે. ભારત સરકારે નવા સિમકાર્ડ માટે એક કડક નિયમ રજૂ કર્યો છે. જેનાથી સુનિશ્ચિત થવું જોઈએ કે આ પ્રક્રિયાને સુરક્ષિત અને નિર્ભર બનાવી શકાય. દૂરસંચાર વિભાગ(DoT) એ દેશભરમાં સિમ કાર્ડના ઉપયોગને કંટ્રોલ કરવા માટે બે સર્ક્યુલર બહાર પાડ્યા છે. આવો જાણીએ કે શું છે નવો નિયમ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુકાનદારોએ રહેવું પડશે સતર્ક
આ નવા નિયમના કારણે હવે સિમ કાર્ડ ખરીદનારી દુકાનોએ વધુ સતર્ક રહેવું પડશે. દુકાનો પર કામ કરનારાઓ લોકોએ સિમકાર્ડ ખરીદનારાનું બેકગ્રાઉન્ડ ચેક કરવાનું કહેશે. જો આવું નહીં કરે તો દરેક દુકાન દીઠ 10 લાખ રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે. 


એક ઓક્ટોબરથી અમલી
દૂરસંચાર વિભાગે જાહેર કર્યું છે કે ફેક રીતે સિમ કાર્ડના વેચાણ પર રોક લગાવવા માટે 1 નવો નિયમ એક ઓક્ટોબરથી અમલી થશે. સિમકાર્ડ કંપનીઓએ પોતાના તમામ સેલ સેન્ટર્સ (POS)નું રજિસ્ટ્રેશન 30 સપ્ટેમ્બર પહેલા કરાવી લેવું પડશ. નિયમો મુજબ મોટી ટેલિકોમ કંપનીઓએ પોતાના સિમ કાર્ડ વેચનારી દુકાનોની પણ નિગરાણી કરવી પડશે. તેમણે એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે આ દુકાનો નિયમોનું પૂરેપૂરું પાલન કરી રહી છે જેથી કરીને ગ્રાહકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. 


આ ઉપરાંત દૂરસંચાર વિભાગે નક્કી કર્યું છે કે કેટલાક વિસ્તારો, જેમ કે અસમ, કાશ્મીર અને ઉત્તર પૂર્વમાં ટેલિકોમ ઓપરેટર્સે સિમકાર્ડ વેચનારી દુકાનોના પોલીસ વેરિફિકેશન કરાવવા પડશે. ત્યારબાદ જ તેમને ત્યાં નવા સિમ કાર્ડ વેચવાની મંજૂરી અપાશે. 


સિમ કાર્ડ ખોવાઈ જાય તો
જૂના સિમ કાર્ડ ખોવાઈ જાય કે ડેમેજ થાય તો જ્યારે તમને એક નવું સિમ કાર્ડ ખરીદો તો તમારે ડિટેલ વેરિફિકેશન પ્રોસેસમાંથી પસાર થવું પડશે. આ એ જ પ્રોસેસ રહેશે જે નવું સિમ ખરીદવા પર થતી હોય છે. આવું એટલા માટે કારણ કે એ સુનિશ્ચિત કરવામાં આવી શકે કે સિમ કાર્ડ એ જ વ્યક્તિને મળે છે જેનું સિમ ખોવાયું કે ડેમેજ થયું છે. આ નવા નિયમોનો હેતુ સિમ કાર્ડને સુરક્ષિત અને ફ્રોડ લોકોને ફોન સુધી પહોંચતા રોકવામાં મદદ કરવાનો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube