નવી દિલ્હીઃ શું તમે ખુદના આધાર કાર્ડ પર વધુ સિમ ઈશ્યૂ કરાવી રાખ્યા છે? જો તેવું છે તો તમને 3 વર્ષની જે અને 2 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. હકીકતમાં કેન્દ્ર સરકારે ફ્રોડ એક્ટિવિટી પર પ્રતિબંધ લગાવવા માટે ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023 લાગૂ કર્યો છે, જે હેઠળ સિમ કાર્ડ એક સીમિત સંખ્યામાં રાખી શકાય છે. તેમ ન  કરવા પર તમારે જેલ જવું પડી શકે છે અને દંડ પણ ભરવો પડી શકે છે. આવો તે વિશે જાણીએ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે સિમ કાર્ડ રાખવાની લિમિટ
નવા નિયમ પ્રમાણે સિમ કાર્ડ રાખવાની મહત્તમ મર્યાદા 9 છે. એટલે કે એક આધાર કાર્ડ પર વધુમાં વધુ 9 સિમ કાર્ડ ઈશ્યૂ કરાવી શકાય છે. પરંતુ સંવેદનશીલ રાજ્ય જેમ જમ્મુ-કાશ્મીર, અસમમાં સિમ રાખવાની લિમિટને ઘટાડી 6 કરી દેવામાં આવી છે. આ પગલું સુરક્ષાને ધ્યાનમાં રાખી ઉઠાવવામાં આવ્યું છે. 


વધુ સિમ રાખવા પર જવું પડશે જેલ
જો તમે આ નિયમો તોડો છો તો તમારે કાયદાકીય અને નાણાકીય નુકસાનનો સામનો કરવો પડી શકે છે. જો કોઈ પ્રથમવાર નિયમ તોડે છે તો તેણે 50 હજારનો દંડ ભરવો પડશે. તો આ નિયમનો વારંવાર ભંગ કરવા પર બે લાખ રૂપિયા સુધીનો દંડ ફરવો પડી શકે છે. પરંતુ કાયદામાં વધુ સિમ રાખવા પર જેલની સજાની જોગવાઈ નથી. પરંતુ તમારા નામ પર ઈશ્યૂ સિમ કાર્ડથી નાણાકીય કે ક્રિમિનલ એક્ટિવિટી થાય છે તો તમને ત્રણ વર્ષની જેલની સજા થઈ શકે છે. સાથે 50 લાખ સુધીનો દંડ અને જેલ બંને થઈ શકે છે. 


આ પણ વાંચોઃ Jio નો સૌથી સસ્તો પ્લાન! દરરોજ 5 રૂપિયા આપવા પર મળશે Unlimited Calling, Data


તમારા નામ પર જારી સિમ કાર્ડની જાણકારી મેળવો
તમારા આધાર કાર્ડ પર જારી થયેલા સિમ કાર્ડની માહિતી મેળવી શકાય છે. સાથે તમારા નામથી જારી સિમ કાર્ડ દ્વારા ગેરકાયદેસર ગતિવિધિ થાય  છે તો તેને ટ્રેક કરી બંધ કરાવી શકાય છે. તે માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન (DoT)તરફથી એક પોર્ટલ બનાવવામાં આવ્યું છે, જેમાં તમારા આધાર પર ચાલી રહેલા નકલી સિમ કાર્ડની જાણકારી મેળવી શકાય છે. 


આ રીતે નકલી સિમ કાર્ડની જાણકારી મેળવો
- નકલી સિમની જાણકારી મેળવવા માટે તમારે સૌથી પહેલા સંચાર સાથી પોર્ટલ www.sancharsathi.gov.in પર વિઝિટ કરવી પડશે. 
- ત્યારબાદ હોમ પેજ પર જવું પડશે, જ્યાં તમારે મોબાઇલ કનેક્શન ઓપ્શનમાં જવું પડશે. 
- ત્યારબાદ તમારે તમારો 10 અંકનો મોબાઇલ નંબર નાખવો પડશે, જે તમારા આધાર કાર્ડ સાથે લિંક હોય.
- ત્યારબાદ કેપ્ચા કોડ નાખવો પડશે.
- આ સાથે તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટિપી આવશે, જેનાથી નંબર વેરિફાઈ કરવો પડશે.
- ત્યારબાદ એક નવું પેજ દેખાશે, જ્યાં નકલી સિમ હોય તો તેને બ્લોક કરી શકાશે.