નવી દિલ્હી: સ્માર્ટફોને આજકાલ આપણી રહેણી કહેણી બદલી નાંખી છે. દરરોજ એક નવી પ્રોડક્ટ આપણી જિંદગીમાં એન્ટ્રી કરે છે. પરંતુ સારી વાત એ છે કે નવી પ્રોડક્ટ્સ પણ હવે સ્માર્ટ આવી રહી છે. જો તમે વારંવાર પોતાનો સામાન ભૂલી જાવ છો, તો અમે તમારા માટે આજે એક નવી પ્રોડક્ટ લઈને આવ્યા છીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે, પર્સ ચોરી અથવા તો ખોવા જેવી સમસ્યાઓથી બચવા માટે અમે કોઈ એવી પ્રોડક્ટની શોધમાં હતા. આ સમસ્યાને દૂર કરવા માટે એક પ્રોડક્ટ સ્માર્ટ વોલેટ ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર સર્ચ કરતા અમને મળ્યું હતું. હવે તમે વિચારતા હશો કે કોઈ પર્સ અથવા તો વોલેટમાં શું સ્માર્ટ હોઈ શકે છે. આ વોલેટમાં એવા એવા ફીચર્સ આપવામાં આવ્યા છે, જે તમને સ્માર્ટ માનવા માટે મજબૂર કરી દેશે. આવો જાણીએ આ સ્માર્ટ વોલેટની કીંમત અને તેના ફીચર્સ.


કેવી રીતે કરે છે કામ?
Tag8 બ્રાંડિંગવાળું આ સ્માર્ટ વોલેટ અમને મળ્યું છે. તમે બીજી બ્રાન્ડ્સને પણ જોઈ શકો છો. Tag8 માં યૂઝર્સને બ્લૂટૂથ સપોર્ટ મળે છે. તેમાં સેપ્ટ્રેશન એલર્ટ, જીપીસી સપોર્ટ, એન્ટી થેફ્ટ જેવા ફીચર્સ મળે છે. આ ફીચર્સનો ઉપયોગ કરવા માટે તમારે DOLPHIN Tracher એપ ડાઉનલોડ કરવાની રહેશે. આ એપ iOS અને એન્ડ્રોઈંડ બન્ને પ્લેટફોર્મ પર મળે છે.


શું છે ફીચર્સ?
બ્રાન્ડનું માનીએ તો વોલેટમાં બ્લૂટૂથ ટ્રેકર અને એન્ટ્રી લોસ્ટ એલાર્મ સિસ્ટમ લાગેલી છે. આ ફીચર્સને કામ કરવા માટે એક બેટરી પર્સમાં જ લાગેલી છે. જોકે, તેની બેટરીને તમે રિપ્લેસ કરી શકશો નહીં. તેમાં લાગેલી બેટરી 36 મહીનાઓ સુધી ચાલી શકે છે. તેણે ચાર્જ કરવાનો પણ કોઈ ઓપ્શન નથી. પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શનના મતે, બ્લૂટૂથ રેજ 250ft સુધીની છે. જેવું જ તમે ડિવાઈસ રેન્જની બહાર થશે, તેમાં સેપ્રેશન એલાર્મ વાગવા માંડશે.


કેટલી છે કિંમત?
આ GPSની સાથે આવે છે. જો ક્યારેક તમારું વોલેટ ખોવાઈ જાય, તો તમે એપની મદદથી તેનું લોકેશનને ટ્રેક કરી શકો છો. આ રીતે તમે ખોવાયેલા વોલેટને સરળતાથી પાછું મેળવી શકો છો. જેવું ડિવાઈસ તમારી રેન્જની બહાર જશે કે તમારા ફોન પર સેપ્રેશન એલાર્મ વાગવા લાગશે.


તેમાં યૂઝર્સને કમ્યુનિટી સર્ચનો પણ ઓપ્શન મળશે. પ્રાઈસની વાત કરીએ તો એમેઝોન પર આ પ્રોડક્ટ 2199 રૂપિયામાં મળી રહી છે. જ્યારે બ્રાન્ડની સત્તાવાર વેબસાઈટ પર તેની કિંમત 2499 રૂપિયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube