નવી દિલ્હીઃ Smartphone Addiction: આજકાલ દરેક માણસના હાથમાં સ્માર્ટફોન ઉપલબ્ધ હશે. મોબાઈલમાં રીલ, પિક્ચર અને ગેમિંગના વ્યસનનો શિકાર યુવાનો જ નહીં બાળકો પણ બની રહ્યા છે. દરેક ઘરમાં નાના બાળકો તેમના માતા-પિતાના ફોન લઈને ગેમ અને વીડિયો જોવાનું શરૂ કરે છે. ઘણીવાર માતા-પિતા પણ તરત જ બાળકોને ખવડાવવા અથવા રડતા બાળકને શાંત કરવા માટે મોબાઈલ આપી દે છે. બાળકોના મનોરંજન માટે માતા-પિતાએ મોબાઈલને શ્રેષ્ઠ માની લેવાનું શરૂ કર્યું છે, પરંતુ તેનું વ્યસન ખૂબ જ ખરાબ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્માર્ટફોનનો જરૂરથી વધુ ઉપયોગ ચોક્કસપણે બાળકોના ફિઝિકલ અને મેન્ટલ હેલ્થને બરબાદ કરે છે. ખુસ દુનિયાની દિગ્ગજ સ્માર્ટફોન નિર્માતા કંપનીના ટોપ અધિકારીએ મોબાઇલને બાળકો માટે ઘાતક ગણાવ્યો છે. Xiaomi Corp ના પૂર્વ ગ્લોબલ હેડ મનુ કુમાર જૈને બાળકો દ્વારા સ્માર્ટફોનના વધુ ઉપયોગ પર ચિંતા વ્યક્ત કરી છે. 


સ્માર્ટફોનના ઉપયોગ પર ચોંકાવનારો રિપોર્ટ
મનુ જૈને બાળકોમાં મોબાઈલ વ્યસન પરના અભ્યાસને સમર્થન આપ્યું હતું. આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે સ્માર્ટફોનનો ઉપયોગ કર્યાના થોડા વર્ષો પછી વ્યક્તિ કેવી રીતે ખરાબ માનસિક સ્વાસ્થ્યનો શિકાર બની શકે છે. એક LinkedIn પોસ્ટમાં, તેમણે લખ્યું, "માતાપિતાઓ, ચાલો આપણા બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર પ્રારંભિક સ્માર્ટફોન અને ટેબ્લેટ એક્સપોઝરની ખતરનાક અસર વિશે વાત કરીએ."


આ પણ વાંચોઃ 108MP કેમેરા સાથે Samsung નો નવો 5G ફોન, મળશે 6000mAh ની બેટરી, જણો ફીચર્સ


તેમણે કહ્યું કે માતા-પિતાના રૂપમાં આપણી જવાબદારી છે કે આપણે આપણા બાળકોના માનસિક સ્વાસ્થ્યની રક્ષા કરીએ. બાળકોના વધુ સ્ક્રીન ટાઇમથી ગંભીર પરિણામ આવી શકે છે. યાદ રાખો કે તેનું બાળપમ અણમોલ છે અને આપણું કર્તવ્ય છે કે આપણે તેને ઉજ્જવળ અને સ્વસ્થ ભવિષ્ય માટે સર્વોત્તમ સંભવ આધાર પ્રદાન કરીએ.


મોબાઇલના સતત ઉપયોગથી માનસિક સ્વાસ્થ્ય પર અસર
સેપિયન લેબ્સની નવી ગ્લોબલ સ્ટડીમાં સામે આવ્યું કે જો બાળકોને સ્માર્ટફોન મોડેથી આપવામાં આવે તો આ તેના માનસિક સ્વાસ્થ્ય માટે સારૂ થઈ શકે છે. આ અભ્યાસથી સામે આવ્યું કે 60-70 ટકા મહિલાઓ જે 10 વર્ષની ઉંમર પહેલા સ્માર્ટફોનના સંપર્કમાં હતી તેને મેન્ટલ હેલ્થની સમસ્યાઓ જવાનીમાં આવી રહી છે. 45થી 50 ટકા પુરૂષો જે 10 વર્ષની ઉંમર પહેલાં સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હતા તેને પણ આવી મુશ્કેલી આવી રહી છે. એટલે કે નાની ઉંમરના બાળકોને મોબાઇલ આપવો યોગ્ય નથી. આ આદત બાળકોની મેન્ટલ હેલ્થને નબળી પાડી રહી છે. 


બાળકોને ફોન આપવાની જગ્યાએ તેને અલગ-અલગ એક્ટિવિટીમાં વ્યસ્ત રાખો. તેની સાથે રમો, તેને પાર્કમાં લઈ જાવ. કોઈપણ રીતે બાળકોને બહાર કે અન્ય એક્ટિવિટીમાં વ્યસ્ત રાખો. સ્માર્ટફોનના ઉપયોગને લઈને બાળકોને સમજાવો, સાથે ફોનમાં હંમેશા પાસવર્ડ લગાવીને રાખો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube