108MP કેમેરા સાથે Samsung નો નવો 5G ફોન, મળશે 6000mAh ની બેટરી, જણો ફીચર્સ
સેમસંગ ગેલેક્સી F54 5G ની જલદી માર્કેટમાં એન્ટ્રી થશે. લોન્ચ પહેલા એક લીકમાં તેના ખાસ ફીચર સામે આવ્યા છે. કંપનીના આ ફોનમાં 108 મેગાપિક્સલનો કેમેરો મળવાનો છે. આવો જાણીએ અન્ય વિગત...
Trending Photos
નવી દિલ્હીઃ સેમસંગ (Samsung) ભારતમાં પોતાના નવા સ્માર્ટફોન Galaxy F54 5G ને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યાં છે. આ ફોન અપર મિડ-રેન્જ સેગમેન્ટમાં આવી શકે છે. ફોનની લોન્ચ ડેટ વિશે કંપની તરફથી હજુ કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી, પરંતુ આ વચ્ચે ટિપસ્ટર મુકુલ શર્માએ આ ફોનના ખાસ ફીચર અને સ્પેસિફિકેશન સાથે તેની કિંમતને પણ લીક કરી છે. લીક અનુસાર કંપની આ ફોનમાં 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો ઓફર કરવાની છે. આ સિવાય તેમાં શાનદાર ડિસ્પ્લે મળશે. ફોનની કિંમત ટિપસ્ટર અનુસાર 33 હજાર રૂપિયા આસપાસ હોઈ શકે છે.
મળી શકે છે આ ફીચર અને સ્પેસિફિકેશન
મુકુલ શર્મા અનુસાર કંપની ફોનમાં 120Hz રિફ્રેશ રેટ સાથે AMOLED ડિસ્પ્લે ઓફર કરવાની છે. કેટલાક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે આ ફોન Galaxy M54 5G નો રીબ્રાન્ડેડ વર્ઝન હોઈ શકે છે. જો તેમ હોય તો ફોનમાં તમને સેન્ટર પંચ-હોલની સાથે 6.7 ઇંચની ફુલ એચડી + AMOLED ડિપ્લ્સે મળશે. સેમસંગનો આ અપકમિંગ ફોન 120Hzના AMOLED ડિસ્પ્લેને સપોર્ટ કરશે. પ્રોસેસર તરીકે કંપની આ ફોનમાં Exynos 1380 ચિપસેટ ઓફર કરી શકે છે.
લીકમાં ફોનના કેમેરા સેટઅપની પણ જાણકારી આપવામાં આવી છે. શર્માના ટ્વીટ અનુસાર કંપની આ ફોનમાં 108 મેગાપિક્સલનો મેન કેમેરો ઓફર કરવાની છે. આ સિવાય ફોનમાં એક 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એન્ગલ કેમેરો અને એક 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર સામેલ છે. ફોનના મેન કેમેરામાં કંપની ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન ફીચર ઓફર કરવાની છે.
ફોન 6000mAh ની બેટરી સાથે આવી શકે છે. આ બેટરી 25 વોટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. ફોનની સાથે ચાર્જ આપવામાં આવશે નહીં. ઓએસની વાત કરીએ તો ફોન એન્ડ્રોયડ 13 આઉટ ઓફ ધ બોક્સ પર બેસ્ટ OneUI 5.1 પર કામ કરશે. ફોન સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે આવશે. કનેક્ટિવિટી માટે તેમાં યૂએસબી ટાઈપ- સી પોર્ટ, વાઈ-ફાઈ, બ્લૂટૂથ અને જીપીએસ જેવા ઓપ્શન મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે