ઝી બ્યૂરો, અમદાવાદઃ NUBIA Z30 PRO ફોનને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનમાં કર્વ્ડ ડિલ્પ્લે અને ટોપ અને બોટમમાં સ્લિમ બેઝલ્સ આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનના રિયરમાં ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ સેટઅપમાં 3 કેમેરા 64 મેગાપિક્સલના આપવામાં આવ્યા છે. જે સ્માર્ટફોન સેગમેન્ટમાં હાઈએસ્ટ કેમેરા ફોન કહી શકાય. આ ફોનમાં 144 Hzની રિફ્રેશ રેટવાળી ડિસ્પ્લે આપવામાં આવી છે. સાથે જ સુપરફાસ્ટ સ્નેપડ્રેગન 888નું હાઈસ્પીડ પ્રોસેસર આપવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


NUBIA Z30 PRO 2 વેરિયંટમાં ઉપલબ્ધ છે. 8GB + 256GBના વેરિયંટની કિંમત 56,800 રૂપિયા છે. જ્યારે 12GB + 256GBના વેરિયંટની કિંમત 61,300 રૂપિયા છે. આ ફોનને ઈન્ટરસ્ટેલર સિલ્વર અને વાસ્ટ બ્લેક કલર ઓપશનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનને ગોલ્ડ લેજન્ડ કલરના ઓપશનમાં પણ લોન્ચ કરવામાં આવ્યો છે. જો કે મોડલ 16GB + 512GB વેરિયંટમાં મળશે. જેની કિંમત 68,100 રૂપિયા રાખવામાં આવી છે.


NUBIA Z30 PROના સ્પેસિફિકેશન્સ
ડ્યુલ-નેનો સિમ સપોર્ટવાળો આ સ્માર્ટફોન ANDROID 11 બેસ્ડ NIBIA UI 9.0 પર ચાલે છે. આ ફોનમાં 6.67 ઈંચની ફુલ HD+(1080*2400) AMOLED ડિલ્પ્લે આપવામાં આવી છે.આ સ્માર્ટફોનમાં 16GB LPDDR5 રેમ અને 512GB UFS 3.1 સ્ટોરેજ આપવામાં આવ્યું છે.


ફોટોગ્રાફી માટે ફોનના રિયરમાં ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આમાં OIS સાથે 64 મેગાપિક્સલનો મેઈન કેમેરો, 64 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરો, 64 મેગાપિક્સલનો HUMANISTIC કેમેરો અને 8 મેગાપિક્સલનો ટેલીફોટો કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.


આ સિવાસ ફોનમાં 4200 mAHની બેટરી આપવામાં આવી છે. સાથે જ ફોનમાં 120Wનો ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. કંપનીએ દાવો કર્યો છે કે આ ફોન માત્ર 15 મિનિટમાં 100 ટકા ચાર્જ થઈ જશે. આ ફોનમાં DTS X અલ્ટ્રા સપોર્ટ સાથે ડ્યુલ સ્ટીરિયો સ્પીકર્સ આપવામાં આવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube